મેષ : દિવસનો પ્રારંભ સારો રહે પરંતુ જેમ દિવસ પસાર થતો જાય આપને વ્યગ્રતા બેચેની જણાય. કામમાં પ્રતિકૂળતા રહે.
વૃષભ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામની સાથે અડોશ પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાત થઇ શકે.
મિથુન : આપના કામમાં સાનુકુળતા મળી રહે. આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે વ્યસ્તતા દોડધામ જણાય.
કર્ક : દિવસ દરમ્યાન માનસિક પરિતાપ વ્યગ્રતા રહ્યા કરે. કામ કરવામાં ધ્યાન રાખવું. વિચારોની દ્વિધ અસમંજસતા જણાય.
સિંહ : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.
કન્યા : કામકાજની વ્યસ્તતા સાથે દિવસનો પ્રારંભ થાય. પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ ધીરે ધીરે કામનો ઉકેલ આવતો જાય.
તુલા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામ અંગે વ્યસ્તતા જણાય. ખર્ચ જણાય.
વૃશ્ચિક : સુસ્તી બેચેની સાથે પ્રારંભ થયેલો દિવસ જેમ પસાર થાય તેમ રાહત થતી જાય. આપના કામમાં સરળતા થતી જાય.
ધન : આપે સીઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે. સામાજિક વ્યવહારિક કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં. ચિંતા રહે.
મકર : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ જાહેર ક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાત થાય.
કુંભ : આપના કાર્યની સાથે સાસરીપક્ષ મોસાળપક્ષના કામકાજ અંગ વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતાં રાહત થતી જાય.
મીન : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનનો સાથ સહકાર મળી રહે.
- અગ્નિદત્ત પદમનાભ


