Get The App

વાંચો તમારું 04 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 04 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે, ધંધામાં ઘરાકી આવી જાય બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સરળતા રહે.

વૃષભ : આપના ગણત્રી- ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ રહે. રાજકીય- સરકારી કામકાજ અંગે મુલાકાત થઈ શકે.

મિથુન : આપે કોર્ટ કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. આવેશ ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી પોતાનું કાર્ય કરી લેવું.

કર્ક : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. સંતાનના કામ થવાથી આનંદ રહે.

સિંહ : આપે દિવસ દરમ્યાન સતત કાંઈને કાંઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન, મકાન, વાહનના કામમાં સાનુકૂળતા મળી રહે.

કન્યા : નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. દેશ- પરદેશના કામમાં, આયાત- નિકાસના કામમાં સફળતા મળી રહે.

તુલા : આપે તન- મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું પડે.

વૃશ્ચિક : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહતત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય, આનંદ રહે.

ધન : આપના કામમાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ જણાય.

મકર : આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે- ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ ફાયદો જણાય.

કુંભ : આપને કામમાં પ્રતિકૂળતા જણાય, જમીન- મકાન- વાહનના કામમાં સાચવવું પડે. ઉતાવળ કરવી નહીં, માતૃપક્ષની ચિંતા જણાય.

મીન : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ જણાય. બઢતી બદલીના કામમાં પ્રગતિ જણાય.

- અગ્નિદત્ત પદમનાભ