વાંચો તમારું 04 ઓગસ્ટ 2025નું રાશિ ભવિષ્ય
મેષ : દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેની સાથે થાય. પરંતુ જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપને રાહત થતી જાય.
વૃષભ : દિવસનો પ્રારંભ સારો રહે. કામકાજમાં સાનુકૂળતા મળી રહે. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ ઉચાટ ઉદ્વેગ જણાય.
મિથુન : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. બપોર પછી રાહત થતી જાય.
કર્ક : દિવસનાં પ્રારંભે વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ પ્રતિકૂળતા અનુભવાય.
સિંહ : બપોર સુધી ઘર-પરિવારની ચિંતાના લીધે કામકાજમાં મન લાગે નહીં. જેમ દિવસ પસાર થાય તેમ શાંતિ થતી જાય.
કન્યા : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે. પરંતુ દિવસ પસાર થાય તેમ બેચેની-વ્યગ્રતા અનુભવો.
તુલા : આપના કાર્યમાં ઘર-પરિવારનો સહકાર મળી રહે. બેંકના-વીમા કંપનીના-શેરોના કામમાં સરળતા રહે.
વૃશ્ચિક : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. ધર્મકાર્ય-શુભકાર્યમાં ખર્ચ-ખરીદી જણાય.
ધન : કોર્ટ-કચેરીના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. મોસાળ પક્ષ સાસરીપક્ષની ચિંતા રહે. બપોર પછી રાહત જણાય.
મકર : સીઝન-ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. પરતુ બપોરથી આપે કામમાં સાવધાની રાખવી.
કુંભ : દોડધામ-વ્યસ્તતા-શ્રમ સાથે દિવસની શરૂઆત થાય. પરંતુ જેમ દિવસ પસાર થાય, દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય.
મીન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહાર ગામ જવાનું બને. બપોરથી કામકાજ અંગે વ્યસ્તતા અનુભવાય.
- અગ્નિદત્ત પદમનાભ