મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવતો જાય. રાજકીય સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઇ શકે. અન્યનો સહકાર મળી રહે.
વૃષભ : આપના કામમાં હરિફવર્ગ - ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સાસરી પક્ષ મોસાળપક્ષના કામકાજ અંગે દોડધામ શ્રમ રહે.
મિથુન : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ ફાયદો મળી રહે.
કર્ક : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે.
સિંહ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. પરદેશના કામકાજમાં સાનુકુળતા મળી રહે.
કન્યા : ધંધામાં રાહત રહે. કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. બેંકના, વીમા કંપનીના કામકાજ થાય.
તુલા : નોકરી ધંધામાં અગત્યના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય. ઇચ્છિત વ્યક્તિ સાથેની મિલન-મુલાકાતથી આનંદ રહે.
વૃશ્ચિક : રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને મુશ્કેલી અનુભવાય. વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે.
ધન : આપના કામની કદર પ્રશંસા થવાથી આપને આનંદ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. લાભ જણાય.
મકર : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધીરે ધીરે આપના કામનો ઉકેલ આવે.
કુંભ : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. યાત્રા-પ્રવાસ મિલન મુલાકાતનું આયોજન થાય.
મીન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા રહે.
- અગ્નિદત્ત પદમનાભ


