મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમમાં વધારો થાય.
વૃષભ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
મિથુન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં સાચવવું.
કર્ક : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સાથ મળી રહે.
સિંહ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપનો કાર્યભાર વધે.
કન્યા : આપની બુદ્ધિ-અનુભવ-આવડત- મહેનતથી કામનો ઉકેલ લાવી શકે. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો રહે.
તુલા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
વૃશ્ચિક : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ મળી રહે.
ધન : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામ અંગે વ્યસ્તતા દોડધામ-ખર્ચ જણાય પરંતુ આનંદ રહે.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
કુંભ : આપે કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાણાંભીડ અનુભવાય. ઉચાટ અનુભવાય.
મીન : આપના કામમાં સંતાનનો સાથ-સહકાર મળી રહેતાં રાહત અનુભવો. પરદેશના કામમાં સાનુકૂળતા મળી રહે.
- અગ્નિદત્ત પદમનાભ


