For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંચો તમારું 03 મેં 2024નું રાશિ ભવિષ્ય

Updated: May 3rd, 2024

વાંચો તમારું 03 મેં 2024નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

વૃષભ : દિવસ દરમ્યાન આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગના સહકારથી કામનો ઉકેલ લાવી શકો.

મિથુન : નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન- મુલાકાત થાય.

કર્ક : આપે તન- મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક, વ્યવહારિક કામમાં સંભાળવું.

સિંહ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.

કન્યા : આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં કે અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભાર- દોડધામ- શ્રમમાં વધારો થાય.

તુલા : આપની મહેનત- બુદ્ધિ- અનુભવ- આવડતથી કામનો ઉકેલ લાવી પ્રગતિ કરી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા- પરેશાની ઓછા થાય.

વૃશ્ચિક : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. જમીન- મકાન- વાહનના કામમાં ધ્યાન રાખવું.

ધન : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે.

મકર : આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક- લાભ- ફાયદો જણાય.

કુંભ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. અગત્યના નિર્ણય લઈ શકો.

મીન : કોર્ટ- કચેરીના કામમાં, રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે ઉતાવળ કરવી નહીં. આકસ્મિક ખર્ચ જણાય.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat