વાંચો તમારું 03 જૂન 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : આપની બુધ્ધિ મહેનત અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાની ઓછી થાય.
વૃષભ : જમીન મકાન વાહનના કામમાં આપને રૂકાવટ મુશ્કેલી જણાય. આપના ધાર્યા પ્રમાણેનું કામ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે.
મિથુન : આપના કામમાં ઉપરી વર્ગ સહ કાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામમાં સાનુકુળતા રહે.
કર્ક : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામ કાજ અંગે દોડધામ શ્રમ ખર્ચ જણાય. કામનો ઉકેલ આવતાં રાહત રહે.
સિંહ : આપના ગણત્રી ધારણા પ્રમાણે કામકાજ થવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. મિલન-મુલાકાત થાય.
કન્યા : આપે કોર્ટ કચેરીના કામમાં સાચવવું પડે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં ઉતાવળ કરવી નહીં. ખર્ચ ખરીદી જણાય.
તુલા : આપના કાર્યમાં પુત્ર પૌત્રાદિકનો સાથ સહકાર મળી રહે. કામનો ઉકેલ આવવાથી આપના દોડધામ શ્રમમાં ઘટાડો થાય.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે ઘર પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ શ્રમ જણાય.
ધન : આપને નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઇ શકે.
મકર : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની અનુભવાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
કુંભ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
મીન : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
- અગ્નિદત્ત પદમનાભ