Get The App

વાંચો તમારું 03 જુલાઈ 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 03 જુલાઈ 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપનો કાર્યભાર વધે.

વૃષભ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ જણાય.

મિથુન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં પ્રતિકુળતા રહે.

કર્ક : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

સિંહ : આપના કામમાં સાનુકુળતા જણાય. કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. પરંતુ આનંદ અનુભવો.

કન્યા : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થઈ શકે. સંસ્થાકીય કામ, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને.

તુલા : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપની મુશ્કેલીમાં વધારો થાય. હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગની તકલીફ રહે.

વૃશ્ચિક : પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય. પરદેશના કામ થઈ શકે. ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદ રહે.

ધન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. ઘર-પરિવાર-મિત્રવર્ગનો સહકાર મળી રહે.

મકર : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી હ્ય્દય-મન પ્રસન્નતા અનુભવો.

કુંભ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.

મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. મિલન-મુલાકાત થાય.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :