મેષ : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. અડોશ-પડોશમાં કામમાં વ્યસ્ત રહો.
વૃષભ : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામકાજ રહે. બેંકના વીમા કંપનીના કામમાં સાનુકુળતા મળી રહે. કામ થાય.
મિથુન : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થઇ શકે.
કર્ક : રાજકીય-સરકારી કામમાં, કોર્ટ-કચેરીના કામમાં, ખાતાકીય કામમાં આપને રૂકાવટ રહે. નાણાંકીય વ્યવહારોમાં ધ્યાન રાખવું.
સિંહ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઇ શકે.
કન્યા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવવાથી રાહત રહે.
તુલા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે.
વૃશ્ચિક : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં ઉતાવળ કરવી નહીં.
ધન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. ધર્મકાર્ય શુભકાર્ય થવાથી આનંદ રહે.
મકર : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
કુંભ : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.
મીન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
- અગ્નિદત્ત પદમનાભ


