Get The App

વાંચો તમારું 03 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 03 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ રહે. રાજકીય- સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે.

વૃષભ : આપે રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. જીવનસાથી સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે.

મિથુન : આપના કાર્યમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહે. સીઝનલ ધંધામાં આપને લાભ-ફાયદો જણાય.

કર્ક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહે.

સિંહ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ભાઈભાંડુનો સહકાર જણાય.

કન્યા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.

તુલા : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સાથ-સહકાર મળી રહે.

વૃશ્ચિક : આપના કામમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સીઝનલ ધંધામાં ઉતાવળ ન કરવી.

ધન : આપની બુધ્ધિ-મહેનત - અનુભવ - આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.

મકર : આપ હરો-ફરો - કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે.

કુંભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવાય. બઢતી- બદલીના કામમાં પ્રગતિ જણાય.

મીન : આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારિક કામકાજ અંગે વ્યસ્તતા - દોડધામ- ખર્ચ જણાય. પરંતુ આનંદ રહે.

- અગ્નિદત્ત પદમનાભ