Get The App

વાંચો તમારું 03 એપ્રિલ 2026નું રાશિ ભવિષ્ય

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 03 એપ્રિલ 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : સંસ્થાકીય કામકાજ અંગે વ્યસ્તતા જણાય. આપના કામનો ઉકેલ આવતો જવાથી રાહત રહે. ઇચ્છિત વ્યકિત સાથે મુલાકાત થાય,

વૃષભ : આપના કાર્યમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા થતી જાય. નોકર-ચાકરવર્ગના લીધે દોડધામ-શ્રમ જણાય.

મિથુન : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં સરળતા થતી જાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઘટે.

કર્ક : આપના કામમાં કોઈ ને કોઈ રૂકાવટ- મુશ્કેલી આવ્યા કરે. જમીન-મકાન- વાહનના કામમાં આપે સાવધાની રાખવી પડે.

સિંહ : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. ભાઇભાંડુ માટે ખર્ચ-ખરીદી જણાય.

કન્યા : આપને ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. સામાજિક - વ્યવહારિક કામમાં વ્યસ્ત રહો.

તુલા : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી ઉત્સાહમાં વધારો થાય. ધર્મકાર્ય- શુભકાર્ય થઇ શકે.

વૃશ્ચિક : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડનો સામનો કરવો પડે. ઉદ્વેગ જણાય.

ધન : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં ઝડપથી કામનો ઉકેલ લાવી શકો. પરંતુ સંતાનના પ્રશ્ને ચિંતા ખર્ચ જણાય.

મકર : દિવસ દરમ્યાન આપે સતત કોઇને કોઇ કામમાં વ્યસ્ત રહેવું પડે. મિત્રવર્ગના સહકારથી કામનો ઉકેલ લાવી શકો.

કુંભ : જૂના સ્વજન- સ્નેહી, મિત્રવર્ગ સાથે આકસ્મિક મિલન- મુલાકાતથી આનંદ અનુભવો. ધર્મકાર્ય- શુભકાર્ય થઇ શકે.

મીન : સીઝનલ - વાયરલ બીમારીથી આપે સંભાળવું પડે. તબીયતની અસ્વસ્થતાને લીધે કામકાજ કરવાની ઇચ્છા થાય નહીં.

- અગ્નિદત્ત પદમનાભ