Get The App

વાંચો તમારું 02 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 02 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા મળી રહે. આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીના કામમાં વ્યસ્ત રહો.

વૃષભ : ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આનંદ રહે. જૂના સ્વજન-સ્નેહી મિત્રવર્ગ સાથેની આકસ્મિક મુલાકાતથી આનંદ રહે.

મિથુન : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. ધાર્યા પ્રમાણે કામ થઈ શકે નહીં. નાણાંકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.

કર્ક : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે.

સિંહ : આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

કન્યા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનથી હર્ષ-લાભ રહે.

તુલા : આપને કામકાજમાં કોઈ ને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. જમીન-મકાન-વાહનના કામમાં સાવધાની રાખવી પડે.

વૃશ્ચિક : આપના કાર્યમાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.

ધન : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય.

મકર : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. અગત્યના કામ અંગે મિલન-મુલાકાત થાય.

કુંભ : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. સીઝનલ ધંધામાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ આપને મુશ્કેલીમાં મુકવાના પ્રયાસ કરે.

મીન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. હર્ષ-લાભ જણાય.

- અગ્નિદત્ત પદમનાભ