મેષ : આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં આપને દોડધામ જણાય. નોકર-ચાકરવર્ગનો સાથ મળી રહે.
વૃષભ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.
કર્ક : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવો. કોર્ટ-કચેરીના કામકાજ અંગે ખર્ચ-ખરીદી જણાય.
સિંહ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. પરંતુ વાણીની સંયમતા રાખવી પડે.
કન્યા : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. ઘર-પરિવારની ચિંતાના લીધે કામકાજમાં મન લાગે નહીં. વાહન ધીરે ચલાવવું.
તુલા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આપને આનંદ રહે. પરદેશના કામકાજ અંગે વ્યસ્તતા રહે.
વૃશ્ચિક : આપના કામની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે દોડધામ-ખર્ચ રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.
ધન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને કામ કરવાનો ઉત્સાહ રહે. મિલન-મુલાકાત થઈ શકે.
મકર : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય.
કુંભ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
મીન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા રહે.
- અગ્નિદત્ત પદમનાભ


