Astro

વાંચો તમારું 02 જુલાઈ 2025નું રાશિ ભવિષ્ય

By GS TEAM
2 Jul 20251 min read
વાંચો તમારું 02 જુલાઈ 2025નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. વાહન ચલાવવામાં ઉતાવળ ન કરવી.

વૃષભ : આપની બુધ્ધિ મહેનત અનુભવ આવડતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાની ઓછી થાય.

મિથુન : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

કર્ક : આપના કામની કદર પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ મદદરૂપ થાય.

સિંહ : આપના કામની સાથે સામાજિક વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય.

કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. રાજકીય સરકારી કામમાં સાનુકુળતા મળી રહે.

તુલા : આપે કોર્ટ કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. નાણાંકીય જવાબદારીવાળા કામમાં ઉતાવળ કરવી નહીં.

વૃશ્ચિક : આપના કામમાં આકસ્મિક સરળતા થતી જાય. ધીમે ધીમે આપના કામનો ઉકેલ આવતો જાય. પરદેશના કામ થાય.

ધન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનને લગતાં કામમાં સાનુકુળતા રહે.

મકર : આપના કામમાં સાનુકુળતા થતી જાય. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સરળતા જણાય.

કુંભ : સામાજિક વ્યવહારિક કામમાં આપે ઉતાવળ કરવી નહીં. સીઝનલ વાયરલ બીમારીમાં અટવાઇ ન જાવ તેનું ધ્યાન રાખવું.

મીન : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. રાજકીય સરકારી કામકાજ થાય.

- અગ્નિદત્ત પદમનાભ