Get The App

વાંચો તમારું 02 જાન્યુઆરી 2026નું રાશિ ભવિષ્ય

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 02 જાન્યુઆરી 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.

વૃષભ : આપના કામકાજમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં ઘરાકી આવી જવાથી આવક જણાય. સામાજિક વ્યવહારિક કામકાજ જણાય.

મિથુન : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા દ્વિધા અનુભવાય.

કર્ક : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં પ્રતિકૂળતા થતી જાય. આવેશ-ઉશ્કેરાટમાં આવી જઇને કોઈ કામ કરવું નહીં.

સિંહ : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનનો સાથ-સહકાર મળી રહે.

કન્યા : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપની કામ અંગેની વ્યસ્તતામાં વધારો થતો જાય. મિત્રવર્ગનો સહકાર મળી રહે.

તુલા : સુસ્તી-બેચેની સાથે પ્રારંભ થયેલો દિવસ જેમ પસાર થતો જાય તેમ કામમાં સાનુકુળતા થતી જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

વૃશ્ચિક : દિવસ પસાર થતો જાય તેમ આપે સ્વાસ્થ્યની કાળજી રાખીને કામકાજ કરવું. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં.

ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય. આનંદ રહે.

મકર : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

કુંભ : આપના રૂકાવટ મુશ્કેલીમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.

મીન : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી અનુભવાય. જમીન મકાન વાહનના કામ કરવા નહીં.

- અગ્નિદત્ત પદમનાભ