Get The App

વાંચો તમારું 02 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 02 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સરળતા થતી જાય.

વૃષભ : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી પોતાનું કામકાજ કરવું. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું.

મિથુન : આપને કામકાજમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

કર્ક : જમીન-મકાન-વાહનના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. આપના કામમાં ઘર-પરિવારનો સાથ-સહકાર મળી રહે.

સિંહ : આપના કામકાજમાં સાનુકૂળતા થતી જાય. નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. આનંદ રહે.

કન્યા : આપે આરોગ્યની કાળજી રાખીને કામકાજમાં વ્યસ્ત રહેવું. વાહન ચલાવવામાં સાવધાની રાખવી પડે.

તુલા : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.

વૃશ્ચિક : આપના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.

ધન : માનસિક પરિતાપ-વ્યગ્રતા-છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમજંસતા-દ્વિધા જણાય.

મકર : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા અનુભવાય અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને રહ્યા કરે.

કુંભ : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામકાજ થઈ શકે.

મીન : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક-ઘરાકી આવી જવાથી આવક જણાય. સામાજિક-વ્યવહારિક કામ રહે.

- અગ્નિદત્ત પદમનાભ