મેષ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય.
વૃષભ : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
મિથુન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં વિલંબ જણાય.
કર્ક : આપના કામમાં ઊપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગ મદદરૂપ થવાના પ્રયાસ કરે. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.
સિંહ : આપના કામકાજમાં સરળતા મળી રહે. કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. કામનો ઉકેલ આવતો જાય.
કન્યા : રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય.
તુલા : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. કોર્ટ-કચેરીના કામકાજમાં ઉતાવળ કરવી નહીં. ખર્ચ-ખરીદી જણાય.
વૃશ્ચિક : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આપને આવક જણાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.
ધન : આપને ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.
મકર : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે.
કુંભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઈચ્છા થાય નહીં. સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું.
મીન : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. અન્યનો સહકાર મળી રહેતાં રાહત રહે.
- અગ્નિદત્ત પદમનાભ


