મેષ : આપના કામમાં નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે.
વૃષભ : દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેની સાથે થાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં. બપોર પછી આપના કામમાં વ્યસ્ત થતાં જાવ.
મિથુન : રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. પરંતુ બપોર પછી આપે કામકાજમાં ધ્યાન રાખવું પડે.
કર્ક : સીઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. મોસાળ પક્ષ-સાસરી પક્ષના કામકાજ અંગે દોડધામ - શ્રમ જણાય.
સિંહ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. બપોર પછી દિવસ મધ્યમ રહે.
કન્યા : દિવસનો પ્રારંભ ઉચાટ-ઉદ્વેગ સાથે થાય. જેમ દિવસ પસાર થતો જાય આપને શાંતિ થતી જાય. કામમાં વ્યસ્ત રહો.
તુલા : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. પરંતુ બપોર પછી આપને ઉચાટ-ઉદ્વેગ રહે.
વૃશ્ચિક : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આપને લાભ-ફાયદો જણાય. કામકાજમાં સરળતા મળી રહે.
ધન : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવતો જાય. રાજકીય સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
મકર : માનસિક પરિતાપ-વ્યગ્રતા સાથે દિવસની શરૂઆત થાય. જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ રાહત અનુભવો.
કુંભ : આપના કાર્યમાં સંતાનનો સાથ-સહકાર મળી રહે. ધર્મકાર્યથી આનંદ રહે. પરંતુ બપોર પછી આપને ખર્ચ જણાય.
મીન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધી વર્ગ, મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને, આનંદ રહે.
- અગ્નિદત્ત પદમનાભ


