મેષ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ ફાયદો જણાય. ધર્મકાર્ય શુભકાર્ય થઇ શકે. પરદેશના કામ થાય.
વૃષભ : જમીન-મકાન-વાહનના કામમાં આપને સાનુકુળતા મળી રહે. દિવસ દરમ્યાન કોઈને કોઈ કામકાજ અંગે વ્યસ્તતા દોડધામ રહે.
મિથુન : નોકરી ધંધાના કામકાજ અંગેની મિલન મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. ધર્મકાર્ય થઇ શકે. ભાઈભાંડુ વર્ગનો સાથ સહકાર રહે.
કર્ક : બેંકના વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં.
સિંહ : આપના કાર્યમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો તેમાં સરળતા જણાય.
કન્યા : કોર્ટ કચેરીના કામકાજ અંગે, રાજકીય સરકારી કામકાજ અંગે દોડધામ શ્રમ જણાય. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.
તુલા : આપની મહેનત બુધ્ધિ અનુભવ આવડતના આધારે કામનો ઉકેલ લાવી શકો. સંતાનના કામનો ઉકેલ આવવાથી રાહત રહે.
વૃશ્ચિક : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષની ચિંતા અનુભવાય.
ધન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આપને આનંદ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
મકર : આપના કામમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં ઘરાકી આવી જાય. આવક જણાય. આનંદ અનુભવો.
કુંભ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. સંસ્થાકીય કામકાજ જણાય.
મીન : રાજકીય સરકારી કામકાજમાં ખાતાકીય કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


