Get The App

વાંચો તમારું 01 નવેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

Updated: Nov 1st, 2024

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 01 નવેમ્બર 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપને વ્યસ્તતા દોડધામ રહે. કામનો ઉકેલ આવતાં રાહત રહે.

વૃષભ : આપના કાર્યની સાથે અન્ય કોઈ કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

મિથુન : આપના કામકાજમાં સાનુકુળતા મળી રહેતાં કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ ફાયદો જણાય.

કર્ક : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. તબીયતની અસ્વસ્થતાથી સંભાળવું પડે.

સિંહ : આપના કાર્યમાં અન્યનો સાથ મળી રહે. અડોશ-પડોશના, સગા સંબંધીના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવે.

કન્યા : આપને કામકાજમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં આવક જણાય. ધીરે ધીરે આપના કામનો ઉકેલ આવતો જાય.

તુલા : આપના કાર્યમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. રાજકીય સરકારી કામકાજ કાર્યક્રમ અંગે દોડધામ શ્રમ અનુભવાય.

વૃશ્ચિક : આપને કામકાજમાં પ્રતિકૂળતા રહેવાને લીધે ઉચાટ-ઉદ્વેગ અનુભવો. નાણાકીય લેવડ દેવડમાં આજે સાવધાની રાખવી પડે.

ધન : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતા આનંદ જણાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા થતી જાય.

મકર : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. ઘર પરિવારનો સાથ સહકાર મળી રહે.

કુંભ : દેશ પરદેશના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. કામમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં ઘરાકી આવી જાય.

મીન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. નાણાંકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :