Astro

વાંચો તમારું 01 જુલાઈ 2025 નું રાશિ ભવિષ્ય

By GS TEAM
1 Jul 20252 mins read
વાંચો તમારું 01 જુલાઈ 2025 નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. બપોર પછી દોડધામ રહે.

વૃષભ : ઘર-પરિવારની ચિંતાના લીધે નોકરી-ધંધામાં ધ્યાન આપી શકો નહીં. બપોર પછી આપને રાહત શાંતિ થતાં જાય.

મિથુન : આપના કામની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. જેમ દિવસ પસાર થાય તેમ ઉચાટ રહે.

કર્ક : આપના કામની સાથે બેંક, વીમા કંપની, શેરોના કામકાજ કરી શકો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ મળી રહે.

સિંહ : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત મળી રહે.

કન્યા : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપના ઉચાટ-ઉદ્વેગમાં ઘટાડો થતો જાય. સરકારી કામમાં ધ્યાન રાખવું.

તુલા : દિવસનો પ્રારંભ આપના માટે સારો રહે. દોડધામ શ્રમમાં ઘટાડો જણાય. પરંતુ બપોર પછી બેચેની વ્યગ્રતા જણાય.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામ અંગે દોડધામ રહે. ધીરે ધીરે કામ ઉકેલાતું જાય.

ધન : નોકરી ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. ઘર-પરિવારનો સાથ સહકાર મળી રહે.

મકર : દિવસના પ્રારંભથી જ આપને કામમાં કાંઈ ને કાંઈ રૂકાવટ આવ્યા કરે. નાણાંકીય જવાબદારીવાળા કામમાં ધ્યાન રાખવું પડે.

કુંભ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામ, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને. બપોર પછી આપે ધીરજથી કામ લેવું.

મીન : સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે. બપોર પછી આપની દોડધામ ઓછી થાય.

- અગ્નિદત્ત પદમનાભ