Get The App

વાંચો તમારું 01 એપ્રિલ 2026નું રાશિ ભવિષ્ય

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 01 એપ્રિલ 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનારવર્ગનો સામનો કરવો પડે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરી રાખવો નહીં.

વૃષભ : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરિતાપ ઓછા થાય.

મિથુન : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

કર્ક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર રહે.

સિંહ : આપના કામમાં સાનુકુળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના શેરોના કામકાજમાં સરળતા જણાય. ધંધામાં આવક જણાય.

કન્યા : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થાય.

તુલા : આપે રાજકીય સરકારી કામકાજમાં ખાતાકીય કામકાજમાં સાવધાની રાખવી પડે. અન્યની ભૂલના ભોગ તમારે ના બનવું પડે, ધ્યાન રાખવું.

વૃશ્ચિક : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય.

ધન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. સામાજિક વ્યવહારિક કામકાજમાં દોડધામ રહે.

મકર : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. નોકર ચાકરવર્ગને સાથ સહકાર મળી રહે.

કુંભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય. ખર્ચ જણાય.

મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ કરવી નહીં.

- અગ્નિદત્ત પદમનાભ