આજનુ પંચાંગ - તા.11/6/2025, બુધવાર
પા. બહમન માસ પ્રારંભ
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.
સુરત સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૩ મિ.
નવકારસી સમય (અ) ૬ ક. ૪૩ મિ. (સુ) ૬ ક. ૪૫ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મ રાશિ : આજે જન્મેલા બાળકની રાતના ૮ ક. ૧૧ મિ. સુધી વૃશ્ચિક (ન. ય.) રાશિ આવશે પછી ધન (ભ. ધ. ફ. ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર : જ્યેષ્ઠા ૨૦ ક. ૧૧ મિ. સુધી પછી મૂળ નક્ષત્ર આવશે. જ્યેષ્ઠા તેમજ મૂળ નક્ષત્રની શાંતિ વિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય- વૃષભ, મંગળ- સિંહ, બુધ- મિથુન, ગુરૂ- મિથુન, શુક્ર- મેષ, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ ચંદ્ર- વૃશ્ચિક રાતના ૮ ક. ૧૧ મિ. સુધી પછી ધન.
હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ ૧૨.૦૦થી ૧૬.૩૦ (દ.ભા.),
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ ૩૧ વ્રજ માસ : જ્યેષ્ઠ
માસ- તિથિ- વાર : જેઠ સુદ પુનમ.
- પા. બહમન માસ પ્રારંભ
- કબીર જયંતી
- જયેષ્ઠ પૂર્ણિમા
- વટસાવિત્રી વ્રતના પારણા
- દેવસ્થાન પૂર્ણિમા (બંગાળ- ઓરિસ્સા)
- ગુરૂ અસ્ત પશ્ચિમમાં.
મુસલમાની હિજરીસન ૧૪૪૬ જીલ્હેજ માસનો ૧૪મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ બહમન માસનો ૧લો રોજ અહુરામજદ