Sun-Venus-Rahu Conjunction in Aquarius: આગામી 13 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં ત્રણ ગ્રહોનો યોગ બની રહ્યો છે. જ્યોતિષની ગણતરી અનુસાર છઠ્ઠી ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં શુક્રએ ગોચર કર્યું. હવે 13 ફેબ્રુઆરીએ સૂર્ય પણ આ જ રાશિમાં ગોચર કરશે. રાહુ આ રાશિમાં પહેલેથી જ વિરાજમાન છે. એવામાં 13 ફેબ્રુઆરીએ સૂર્ય, શુક્ર અને રાહુનો દુર્લભ ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ યોગ અમુક રાશિના જાતકો માટે અત્યંત શુભ સાબિત થશે.
મિથુન
મિથુન રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ લાભકારી સાબિત થશે. પૈતૃક સંપત્તિમાં લાભની શક્યતા છે. આત્મવિશ્વાસમાં વધારો થશે જેનો કરિયરમાં પણ લાભ મળશે. વ્યક્તિત્વ પ્રભાવશાળી બનશે. ભાગ્ય સાથ આપશે. વિદેશ યાત્રાના યોગ પણ બની રહ્યા છે. તમે કોઈ ધાર્મિક અથવા શુભ કાર્યમાં ભાગ લઈ શકો છો. વિદ્યાર્થીઓ માટે વિદેશમાં શિક્ષણમાં યોગ બની રહ્યા છે. અવિવાહિતોને લગ્ન માટે પ્રસ્તાવ મળી શકે છે.
ધન
ધન રાશિના જાતકો માટે સકારાત્મક પરિણામના યોગ બની રહ્યા છે. તમારા સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. વાહન અથવા સંપત્તિ ખરીદવાના યોગ બની રહ્યા છે. સોના-ચાંદી જેવી વસ્તુઓમાં પણ રોકાણ થઈ શકે છે. વિદેશ સાથે જોડાયેલા વ્યવસાયમાં નફો મળશે. ભાઈ-બહેનોનો સહયોગ મળશે. નોકરિયાતો માટે પ્રમોશન અથવા જવાબદારીઓ વધે તેવા યોગ બની રહ્યા છે.
મકર
મકર રાશિના જાતકોમાં ત્રિગ્રહી યોગના કારણે હિંમત અને આત્મબળમાં વધારો થશે. લાંબા સમયથી રોકાયેલા કામોને ગતિ મળશે. વાહન અથવા સંપત્તિ ખરીદવાના યોગ બની રહ્યા છે. કામ-ધંધામાં બરકત થશે અને કરિયરમાં વેગ મળશે. ભાઈ-બહેનનો પ્રેમ અને સહકાર મળશે. નોકરિયાતો માટે પ્રમોશનના યોગ.


