Astro

મેષ અને મિથુન સહિત આ 3 રાશિના જાતકો માટે કપરા ચઢાણ! 30 વર્ષ બાદ શનિ-મંગળનો ખતરનાક યોગ

By GS TEAM
21 Jul 20252 mins read
TukuTouch Logo
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહો સમયાંતરે ગોચર કરતાં રહે છે અને તેની શુભ-અશુભ અસર રાશિઓ પર થતી હોય છે. તેનો પ્રભાવ માનવ જીવન સાથે દેશ દુનિયા પર પણ થાય છે. તમને જણાવી દઈએ કે, 30 વર્ષ બાદ શનિ-મંગળનો ખતરનાક યોગ બની રહ્યો છે, જે 28 જુલાઈના રોજ મંગળ ગ્રહ તેની શત્રુ બુધની રાશિ કન્યામાં પ્રવેશ કરી રહ્યા છે. તો, શનિદેવ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. ત્યારે મંગળ અને શનિ સામ-સામે થવાથી સમસપ્તક યોગ બની રહ્યો છે, જેના કારણે કેટલીક રાશિઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. સાથે આ રાશિઓને ધનહાનિ સાથે આરોગ્ય પણ ખરાબ થઈ શકે છે. આવો જાણીએ કે કઈ કઈ રાશિને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેષ અને મિથુન સહિત આ 3 રાશિના જાતકો માટે કપરા ચઢાણ! 30 વર્ષ બાદ શનિ-મંગળનો ખતરનાક યોગ

Shani Mangal Yuti Samsaptak Yog : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહો સમયાંતરે ગોચર કરતાં રહે છે અને તેની શુભ-અશુભ અસર રાશિઓ પર થતી હોય છે. તેનો પ્રભાવ માનવ જીવન સાથે દેશ દુનિયા પર પણ થાય છે. તમને જણાવી દઈએ કે, 30 વર્ષ બાદ શનિ-મંગળનો ખતરનાક યોગ બની રહ્યો છે, જે 28 જુલાઈના રોજ મંગળ ગ્રહ તેની શત્રુ બુધની રાશિ કન્યામાં પ્રવેશ કરી રહ્યા છે. તો, શનિદેવ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. ત્યારે મંગળ અને શનિ સામ-સામે થવાથી સમસપ્તક યોગ બની રહ્યો છે, જેના કારણે કેટલીક રાશિઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. સાથે આ રાશિઓને ધનહાનિ સાથે આરોગ્ય પણ ખરાબ થઈ શકે છે. આવો જાણીએ કે કઈ કઈ રાશિને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 21 થી 27 જુલાઈ, 2025, જાણો આ સપ્તાહ તમારી રાશિ માટે કેવું રહેશે?

મેષ રાશિ

આ રાશિનો લોકો માટે શનિ અને મંગળની યુતિ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિમાં મંગળ છઠ્ઠા ભાવમાં હશે, અને 12મા ભાવમાં શનિદેવ બિરાજમાન છે. જેથી આ સમયગાળામાં તમને વધુ ખર્ચાનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત કોઈ ખોટો આરોપ તમારા પર લાગી શકે છે. કોર્ટ કચેરી અને આરોગ્ય પર પણ અચાનક ખર્ચો આવી શકે છે. તેમજ હાલમાં તમારી ઉપર સાડાસાતી પણ ચાલી રહી છે, જેથી તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરુર છે. તેના ઉપાય માટે તમારે શનિ અને મંગળના મંત્રોનો જાપ કરવો જોઈએ.

મિથુન રાશિ

શનિ અને મંગળનો સમસપ્તક યોગ પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર અને ગુરુ તમારી રાશિમાં સ્થિત હશે. શનિ અને મંગળ તમારી રાશિના કરિયરના ઘરમાં હશે. શનિ વક્રી હોવાને કારણે તમારી નોકરી પર જોખમ વધી શકે છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારે તમારી નોકરી બદલવી જોઈએ નહીં. તમારે કાર્યસ્થળ પર બેદરકારી અને દલીલો ટાળવી ફાયદાકારક રહેશે. શનિ આઠમા ઘરનો સ્વામી પણ છે. જેથી કરીને આરોગ્ય બગડી શકે છે. તેના ઉપાય માટે હાલમાં તમારે લાલ અને કાળા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. તમે નીલમણિ રત્ન પહેરવો સારો રહેશે. 

આ પણ વાંચો: મંગળની મહાદશા જીવન પર કેવી રીતે નકારાત્મક અસર કરે? જાણીતી એક્ટ્રેસે જણાવ્યું

કર્ક રાશિ

શનિ અને મંગળનો અશુભ યોગ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિમાં સ્થિત છે. તેમજ 17 ઑગસ્ટના રોજ કેતુ સાથે તેઓ બીજા ઘરમાં પ્રવેશ કરશે. રાહુ આઠમા ઘરમાં અને મંગળ ત્રીજા ઘરમાં હશે. શનિ ભાગ્ય સ્થાનમાં રહેશે. જેથી, સમસપ્તક યોગમાં 5 ગ્રહો આવશે. જેના કારણે આ સમયગાળામાં તમને આર્થિક નુકસાન થઈ શકે છે. તમારું આરોગ્ય બગડી શકે છે. તેમજ કોઈ વાત લઈને તણાવ થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે.