Get The App

કન્યા-મિથુન સહિત આ 3 રાશિના જાતકોને થશે ધનલાભ, ગજકેસરી યોગના કારણે કરિયરમાં પણ મળશે સફળતા

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
Gajakesari Yoga July 2025


તસવીર : Freepik

Gajakesari Yoga July 2025 : જુલાઈ મહિનામાં ગુરુ અને ચંદ્ર ગ્રહ મળીને શક્તિશાળી ગજકેસરી રાજયોગ બનાવી રહ્યા છે. આ રાજયોગના કારણે ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ થશે. ગજકેસરી રાજયોગ એક અતિશુભ રાજયોગ છે જે ગુરુ અને ચંદ્રમાની યુતિથી બને છે. આગામી 22 જુલાઇએ મિથુન રાશિમાં ચંદ્રનું ગોચર થશે જેના કારણે ગજકેસરી રાજયોગનું નિર્માણ થશે. આ ગજકેસરી રાજયોગના કારણે કરિયર, વેપાર-ધંધા, શિક્ષણમાં જાતકોને લાભ થશે. 

મિથુન

મિથુન રાશિના જાતકોને ગજકેસરી રાજયોગના કારણે ખાસ કરીને બિઝનેસમાં વિશેષ લાભ થાય તેવી શક્યતા છે. તમે કરિયર સંબંધિત મોટા નિર્ણય લઈ શકો છો. તમારા અટકેલાં કામ સંપન્ન થશે. વૈવાહિક જીવનમાં પણ સુખની વૃદ્ધિ થશે. ગાડી ખરીદવાના પણ યોગ બની રહ્યા છે. 

કન્યા-મિથુન સહિત આ 3 રાશિના જાતકોને થશે ધનલાભ, ગજકેસરી યોગના કારણે કરિયરમાં પણ મળશે સફળતા 2 - image

કન્યા

કન્યા રાશિના જાતકોને આ રાજયોગના કારણે પ્રેમ જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થશે. તમે જે કામને લઈને ચાલી રહ્યા છો તેનો તણાવ ઓછો થશે. ઘર, વાહન સહિતના ભૌતિક સુખ પ્રાપ્ત થવાના પણ યોગ બની રહ્યા છે. માનસિક શાંતિ મળશે તથા વિવાહમાં અડચણ આવતી હોય તો તે પણ દૂર થાય તેવી શક્યતા.

ધન 

ગજકેસરી રાજયોગના કારણે ધન રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે. તમે શરૂ કરેલા કામ પૂર્ણ થશે. વેપારમાં વિસ્તાર થવાના કારણે ધનલાભના પણ યોગ બની રહ્યા છે. માતાપિતાના આશીર્વાદના કારણે ઊંચાઈઑ પર જશો. સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર થશે.  

Tags :