Ram Navami Date 2025: ચૈત્ર નવરાત્રિએ એક તિથિનો ક્ષય, જાણો ક્યારે આવશે રામ નવમી
ચૈત્ર નવરાત્રિ આ વર્ષે 30 માર્ચથી શરૂ થઈ રહી છે. આ વર્ષે નવરાત્રિ 9 દિવસ પૂરા નથી. આ વખતે એક તિથિ તૂટે છે એટલે નવરાત્રિ 8 દિવસની રહેશે. હકીકતમાં આ વખતે પંચમી તિથિનો ક્ષય થઈ રહ્યો છે, તેથી નવરાત્રિની ચતુર્થી અને પંચમી તિથિ એક જ દિવસે રહેશે. એટલે આ વખતે ચૈત્ર નવરાત્રિ આઠ દિવસની રહેશે. આ વખતે માતા ઘોડા પર સવાર થઈને આવી રહ્યા છે તો ભેંસ પર બેસીને માં શેરવાલી પ્રસ્થાન કરશે.
ચૈત્ર નવરાત્રિ શરૂ થવામાં થોડા જ દિવસો બાકી છે. માં શારદાની ઉપાસના - અનુષ્ઠાન માટે ભક્તો તૈયારી શરુ કરી દીધી છે. ભક્તો આદિશક્તિ મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરતાં હોય છે.
કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત
પંચાંગ પ્રમાણે આ વર્ષે ચતુર્થી અને પંચમીની પૂજા બુધવાર, 2 એપ્રિલના રોજ થશે. બંને તિથિ એક જ દિવસે મનાવવામાં આવશે. આ વર્ષે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત 30 માર્ચ, રવિવાર છે. કળશ સ્થાપન સવાર બ્રહ્મમુહૂર્તથી બપોરે 2.25 વાગ્યા સુધી કરી શકાશે. અભિજીત મુહૂર્ત (મધ્યાહન) સવારે 11.24 થી બપોરે 12.36 સુધી રહેશે. શ્રદ્ધાળુઓએ માત્ર શુભ મુહૂર્તમાં જ કળશ સ્થાપન કરવું જોઈએ.
6 એપ્રિલે મનાવવામાં આવશે રામ નવમી
આ વખતે પંચમી અને ચતુર્થી એક જ દિવસે હોવાથી રામ નવમી 6 એપ્રિલે મનાવવામાં આવશે. એક દિવસના અંતરને કારણે આ વખતે ચૈત્ર નવમી 6 એપ્રિલે રહેશે. આ દિવસે ભગવાન રામની પૂજા કરવામાં આવશે. હનુમાન મંદિરોમાં પૂજા કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડશે. રામનવમીના દિવસે નવરાત્રિનું સમાપન થાય છે. જેમને અષ્ટમી છે તેઓ 5 એપ્રિલે તેમના વ્રતનો પૂરુ કરશે. આ ઉપરાંત, જેમની પાસે નવરાત્રિની નવમી છે, તેમનો અષ્ટમી વ્રત 5 એપ્રિલના રોજ રહેશે.