Raksha Bandhan 2023: ક્યારે ઉજવવામાં આવશે રક્ષાબંધનનો તહેવાર? જાણો રાખડી બાંધવાનો શુભ સમય
Image: Pixabay.com
નવી મુંબઇ,તા. 26 જુલાઇ 2023, બુધવાર
રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો ભાઈને રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય અને સુખી જીવનની કામના કરે છે. દર વર્ષે આ તહેવાર હર્ષોઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.
આ વર્ષે શ્રાવણ માસમાં 2 શ્રાવણ પૂર્ણિમા છે. આમાં પણ એક શ્રાવણ પૂર્ણિમા વ્રત અને સ્નાન દાન એક જ દિવસે હોય છે જ્યારે બીજી શ્રાવણ પૂર્ણિમા વ્રત અને સ્નાન દાન અલગ-અલગ દિવસે હોય છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં હવે મૂંઝવણ એ છે કે, રક્ષાબંધનનો તહેવાર કઇ શ્રાવણ પૂર્ણિમ પર ઉજવવામાં આવશે?
અધિક માસની શ્રાવણ પૂર્ણિમા 2023
પંચાંગ અનુસાર શ્રાવણ અધિક માસની પૂર્ણિમા તિથિ 1 ઓગસ્ટ મંગળવારના રોજ સવારે 03:51 થી 12:01 સુધી છે. આવી સ્થિતિમાં અધિક માસની શ્રાવણ પૂર્ણિમા 1લી ઓગસ્ટે છે. આ દિવસે વ્રત, સ્નાન અને દાન કરવામાં આવે છે.
કયા દિવસે ઉજવાશે રક્ષાબંધનનો તહેવાર?
વાસ્તવમાં 30 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા તિથિના રોજ સવારથી જ ભદ્રા શરૂ થશે, જે રાત સુધી ચાલે છે. ભદ્રા પત્યા પછી જ બહેન ભાઇને રાખડી બાંધી શકશે. જ્યારે 31મી ઓગસ્ટે સવારે 07.05 વાગ્યા સુધી શ્રાવણ પૂર્ણિમા તિથિ છે, તો તમે આ સમય સુધી રાખડી બાંધી શકો છો. ભાદ્રાને કારણે રક્ષાબંધનને બે દિવસની થઇ ગઇ છે.
દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવતો તહેવાર 30 ઓગસ્ટ બુધવાર અને 31 ઓગસ્ટ ગુરુવારે શ્રાવણ પૂર્ણિમા તિથિના રોજ ભાદર વગરના મુહૂર્તમાં ઉજવવામાં આવશે.
ભદ્રામાં રાખડી કેમ ન બાંધવી જોઇએ?
હિન્દુ ધર્મમાં માન્યતા છે કે, ભદ્રકાળમાં રાખડી ન બાંધવી જોઈએ. શૂર્પણખાએ ભદ્રા કાળમાં પોતાના ભાઈ રાવણને રાખડી બાંધી હતી, જેના કારણે રાવણના સમગ્ર કુળનો નાશ થયો હતો. એટલા માટે એવું માનવામાં આવે છે કે, એવું પણ કહેવાય છે કે, આ સમયે રાખડી બાંધવાથી ભાઈનું આયુષ્ય ઓછું થઈ જાય છે.
રક્ષા બંધન 2023 રાખડી બાંધવાનો શુભ સમય
- 30 ઓગસ્ટ: ભ્રદ્ર સવારે 10:58 થી 09:01 વાગ્યા સુધી,
- રક્ષાબંધન મુહૂર્ત: રાત્રે 09:01 પછી
- 31 ઓગસ્ટ: સવારે 07:05 સુધી રક્ષાબંધન મુહૂર્ત