32 પ્રકારના હોય છે રાજયોગ, તમારી કુંડળીમાં છે ક્યો વિરાજમાન
જીવનમાં જાતજાતના સંઘર્ષ હોય છે પણ કેટલાક લોકો એવી કુંડળી લઇને જન્મે છે કે એમની આખી જિંદગી આરામ, શાસન અને ઠાઠમાં પસાર થાય છે. આવા લોકો માટે કહેવાય છે કે તેઓ રાજયોગ લઇને જન્મ્યાં છે.
સામાન્યરીતે આવા લોકોને કદી પૈસાની કમી નથી પડતી અને જ્યાં પગ મુકે ત્યાં સફળતા એમની સાથે ચાલે છે. એટલં જ નહીં એમનું વ્યક્તિત્વ પણ પ્રભાવશાળી હોય છે અને લોકો એમનાથી સંમોહિત થયા વિના રહી નથી શકતાં.
જ્યોતિષ નિષ્ણાંતોનું કહેવું છે કે સુખ અને સમૃદ્ધિ ઉપરાંત જેમની પાસે મોટી સત્તા હોય, શક્તિ હોય અને જેમના આદેશનું લોકો પાલન કરતા હોય, એ એક પ્રકારનો રાજયોગ છે. રાજયોગ બધા યોગોનો રાજા છે.
જન્મકુંડળીમં રાજયોગની વિધિવત વ્યાખ્યા આપવામાં આવી છે. આમ તો કુંડળીમાં ૩૨ પ્રકારના રાજયોગ હોય છે. જો કે યોગ એકસાથે કોઈ કુંડળીમાં મળતા નથી. જો આવું થાય તો જાતક ચક્રવર્તી વિશ્વ વિજયી રાજા હોય છે.
આ છે કેટલીક મુખ્ય રાજયોગની સ્થિતિઓ
1. નીચભંગ રાજયોગ : આ બહુ પ્રભાવશાળી રાજયોગ છે. જ્યારે કુંડળીમાં ૬, ૮ અને ૧૨માં ઘરનો સ્વામી આ ભાવમાં સ્થિત હોય ત્યારે રાજયોગ બને છે. આવા જાતક રાજકારણ અને મેનેજમેન્ટમાં ઉચ્ચ હોદ્દાઓ પર હોય છે. જે ગ્રહથી નીચભંગ રાજયોગ બને છે, એ જ ગ્રહના ફીલ્ડમાં વ્યક્તિ રાજા હોય છે. જો આ સ્થિતિ સૂર્યથી બનતી હોય તો જાતકની લોકપ્રિયતા બહુ વધારે હોય છે. સાવ સામાન્ય પરિવારમાં જન્મેલા જાતક પણ આ યોગને લીધે વિશ્વસ્તરના બની શકે છે.
2. ગજકેસરી યોગ – ગુરુથી ચંદ્રમાં કેન્દ્રમાં કે પછી બંને એકસાથે કેન્દ્રસ્થ હોય તો ગજકેસરી યોગ બને છે. ગજકેસરી એક મહાન રાજયોગ હોય છે. એવા જાતક જીવનમાં કોઇ મોટું કામ કરી શકે છે. તે વિદ્વાન હોય છે અને ધન, પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે.
3. જન્મસમયે જે ગ્રહ નીચ રાશિમાં હોય એ રાશિનો સ્વામી કે એની ઉચ્ચ રાશિનો સ્વામી લગ્નમાં હોય કે ચંદ્રમાંથી કેન્દ્રમાં હોય તો આવા જાતક રાજા હોય છે.
4. બુધાદિત્ય યોગ –સૂર્ય અને બુધ એકસાથે હોય તો બુધાદિત્ય યોગ બને છે. આવા જાતક સૂર્ય સમાન તેજસ્વી હોય છે. રાજકારણમાં બહુ સફળ થાય છે. મેનેજમેન્ટમાં અધિકારી બને છે.
5. લગ્ન, પંચમ અને નવમના સ્વામી એક-બીજાના ઘરમાં હોય તો જાતક રાજા બને છે.
6. જે જાતકના લગ્ન પંચમ અને નવમમાં શુભ સ્થિત હોય, એને પણ રાજયોગ મળે છે. એકાદશ ભાવમાં ઘણાં શુભગ્રહ એક સાથે વિરાજમાન હોય તો રાજયોગ બને છે. ત્રિકોણના ગૃહ સ્વગ્રહી કે ઉચ્ચના હોય તો આવા જાતક જીવનમાં બહુ ધન પ્રાપ્ત કરે છે અને ઘણાં ધાર્મિક કાર્યો કરે છે. આવા જાતક હંમેશા સ્કૂલ ખોલે છે, મંદિર અને ધર્મશાળા બનાવડાવે છે. સાથે જ તેઓ ધની, દાની અને લોકપ્રિય હોય છે.
7. કર્ક લગ્નના જાતક બહુ સફળ રાજકારણી હોય છે. ગુરુ જો ચંદ્રની સાથે લગ્નમાં સ્થિત હોય અને સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો એવા જાતક બહુ લોકપ્રિય નેતા હોય છે. ભારતના ઘણાં વડાપ્રધાન અને દેશ-વિદેશના મોટા નેતાઓ કર્ક લગ્નવાળા જ છે.
8. શુક્ર પણ રાજયોગ બનાવે છે. ફિલ્મ અને સંગીતમાં લોકપ્રિયતા અને સફળતા માટે શુક્રનું મજબૂત હોવું જરૂરી છે. આ માટે જરૂરી છે કે કેન્દ્રનો શુક્ર હોય, સ્વરાશિનો હોય, ત્રિકોણમાં હોય અને તુલા કે વૃષમાં સ્થિત હોય. પોતાની ઉચ્ચ રાશિમાં કેન્દ્રમાં કે ત્રિકોણમાં હોય તો આવા જાતક કલા, ફિલ્મ, સંગીત અને સાહિત્યમાં વિશ્વસ્તરે નામના મેળવે છે.
આ ઉપરાંત પણ રાજયોગના ઘણાં નિયમ છે પરંતુ ઉપર વર્ણવેલા જ વર્તમાન પરિદૃશ્યમાં વધારે લાગૂ થાય છે.