Rahu Gochar 2026 : જ્યોતિષશાસ્ત્રમાં માયાવી અને પ્રભાવશાળી ગણાતા ગ્રહ રાહુએ આજે એટલે કે 31 મે 2026થી પોતાની ચાલ બદલી નાખી છે. રાહુ હવે શતભિષા નક્ષત્રના પ્રથમ ચરણમાં ગોચર કરી ચૂક્યા છે. દ્રિક પંચાંગ અનુસાર, રાહુ આ નક્ષત્રના પ્રથમ પદમાં 2 ઓગસ્ટ 2026 સુધી બિરાજમાન રહેશે. શતભિષા નક્ષત્ર એ રાહુની પોતાની માલિકીનું નક્ષત્ર માનવામાં આવે છે, તેથી જ્યોતિષીય દ્રષ્ટિએ આ નક્ષત્રમાં રાહુનું આગમન અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી સાબિત થશે. રાહુનું આ નક્ષત્ર પરિવર્તન દેશ-દુનિયાની સાથે તમામ 12 રાશિઓના જીવન પર ઊંડી અસર પાડશે.
આ 3 ભાગ્યશાળી રાશિઓને થશે બમ્પર લાભ
1. મિથુન રાશિ (Gemini)
રાહુના આ ગોચરથી મિથુન રાશિના જાતકોના અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની નવી તકો મળશે. ભાઈ-બહેનોના સહયોગથી પારિવારિક મતભેદો અને જૂના વિવાદો આજથી જ ઉકેલાવા લાગશે.
2. મકર રાશિ (Capricorn)
તમને અચાનક અને અણધાર્યા સ્ત્રોતોમાંથી ધન લાભ થઈ શકે છે. પૈતૃક સંપત્તિ અથવા જૂના રોકાણથી મોટો ફાયદો થવાના યોગ છે. રિયલ એસ્ટેટ, સોના-ચાંદી અને ડિજિટલ ફાઇનાન્સ સાથે જોડાયેલા લોકોને મોટો નફો થશે અને બિઝનેસ વિસ્તરણની યોજનાઓ સફળ રહેશે. જૂની બીમારીઓ અને માનસિક તણાવમાંથી આજથી રાહત મળવાની શરૂઆત થશે.
3. મીન રાશિ (Pisces)
વિદેશી કંપનીઓમાં કામ કરતા અથવા વિદેશ જવા ઈચ્છતા લોકો માટે સોનેરી તકો ખુલશે. ગ્લોબલ બિઝનેસ માટે આ સમય ઉત્તમ છે. તમારી સર્જનાત્મકતાના બળે ઓફિસમાં તમારી લોકપ્રિયતા વધશે અને મોટા પ્રોજેક્ટ્સની જવાબદારી મળશે. તમે કરિયર અને રોકાણ બાબતે યોગ્ય નિર્ણયો લઈ શકશો.
વર્ષનું સૌથી મોટું રાશિ પરિવર્તન! બે દિવસ બાદ ત્રણ રાશિના જાતકોના કપરા દિવસ શરૂ
આ 2 રાશિઓએ ખાસ સતર્ક રહેવું પડશે
મેષ રાશિ (Aries)
આર્થિક મોરચે અસ્થિરતા આવી શકે છે અને અચાનક મોટો ખર્ચ તમારું બજેટ બગાડી શકે છે. લોટરી, સટ્ટો અથવા કોઈપણ પ્રકારના જોખમી રોકાણથી દૂર રહેવું તેમજ લોન કે કરજ લેવાથી પૂરેપૂરી પરેજી રાખવી.
સિંહ રાશિ (Leo)
બિઝનેસ પ્લાન્સમાં અડચણો આવી શકે છે. કાર્યસ્થળ પર પાર્ટનર કે સહકર્મીઓ સાથે ગેરસમજ થવાને કારણે આર્થિક નુકસાનની આશંકા છે. નાણાકીય બાબતોમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો.
રાહુની નકારાત્મક અસરોથી બચવાના મહાઉપાય
રાહુના અશુભ પ્રભાવથી બચવા માટે આજથી જ નિયમિત રીતે અથવા દર શનિવાર અને બુધવારે કાળા કૂતરાને સરસવનું તેલ (રાઈનું તેલ) લગાવેલી રોટલી ખવડાવવી જોઈએ.


