Rahu Shukra Yuti 2026 : જ્યોતિષશાસ્ત્ર મુજબ વર્ષ 2026ની શરૂઆતમાં ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય ચમકવાનું છે. 18 વર્ષ બાદ 2026ની શરૂઆતમાં શુક્ર કુંભ રાશિમાં ગોચર કરવાનો હોવાથી તેમજ કુંભ રાશિમાં રાહુ બેઠેલો હોવાથી રાહુ-શુક્રની યુતિ થવાની છે. જ્યોતિશશાસ્ત્ર મુજબ, રાહુ અને શુક્ર ભૌતિક સુખ, આકર્ષણ, તક, નામના, પ્રતિષ્ઠા અને વૈભવ આપતા ગ્રહ હોવાના કારણે બંને ગ્રહો ઘણા પ્રભાવશાળી માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ભલે રાહુ અને શુક્ર બંને ભૌતિક સુખ, આકર્ષણ અને વૈભવ સાથે જોડાયેલા હોય, પરંતુ તેઓ આ વસ્તુઓને અલગ અલગ રીતે ઉત્પન્ન કરે છે, જેના કારણે તેમની મૂળ ઊર્જામાં મોટો તફાવત છે.
રાહુ અને શુક્ર ગ્રહની ખાસિયત
શાસ્ત્રો મુજબ, રાહુ જે રાશીમાં ગોચર કરે છે, તે રાશિના જાતકો ઝડપ, મહત્વાકાંક્ષા અને અસાધારણ સિદ્ધિઓ મેળવે છે. જ્યારે શુક્રના ગોચરથી આનંદ, સંબંધ, કળા, સૌદર્ય, પ્રેમ અને ધન પ્રાપ્ત થાય છે. મહત્ત્વની વાત એ છે કે, નવા વર્ષની શરૂઆતમાં રાહુ અને શુક્ર એક જ રાશિમાં ભેગા થવાના છે, ત્યારબાદ તે રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સકારાત્મક વધારો થઈ શકે છે. તો આજે આપણે જાણીશું કે, વર્ષ 2026ની શરૂઆતમાં રાહુ-શુક્રની યુતિથી કંઈ કંઈ રાશિઓને ફાયદો થશે?
આ પણ વાંચો : આ 2 રાશિના જાતકો માટે 2026નું વર્ષ 'ભારે'! આરોગ્ય અને પ્રવાસમાં ખાસ સાચવવું
રાહુ-શુક્રની યુતિથી કંઈ કંઈ રાશિઓને ફાયદો થશે?
વૃષભ (Taurus) : રાહુ-શુક્રનો સંયોગ વૃષભ રાશિના જાતકો માટે આર્થિક અને કારકિર્દી સંબંધી સફળતા લઈને આવશે. લાંબા સમયથી ચાલી રહેલા પ્રયાસો અચાનક બદલાઈ શકે છે. પ્રમોશન, બિઝનેસ વિસ્તરણ અથવા મોટા પ્રોજેક્ટ મળવાના યોગ દેખાઈ રહ્યા છે. કલા, ફેશન અથવા ધાર્મિક કાર્યો સાથે જોડાયેલા લોકોને ખાસ ઓળખ મળી શકે છે.
મિથુન (Gemini) : રાહુ-શુક્રની યુતિ મિથુન રાશિના જાતકો માટે પણ ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. લોકો વચ્ચે પ્રભાવ વધશે. ભાગ્યનો સાથ અને ધન વૃદ્ધિ જોવા મળશે. રોકાણ, નોકરીમાં પરિવર્તન, વિદેશ સાથે જોડાયેલા કામ અથવા ઉચ્ચ શિક્ષણમાં સારા પરિણામો મળશે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ થઈ શકે છે.
ધનુ (Sagittarius) : રાહુ-શુક્રની યુતિ ધનુ રાશિના જાતકો માટે ખૂબ જ લાભકારી માનવામાં આવી રહી છે. આ યુતિથી જીવનમાં ખુશીઓનું આગમન થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. નવી ઓળખ અને નવા પ્રયાસો કરવાની તકો પ્રાપ્ત થશે.
આ પણ વાંચો : વક્રી ગુરુનું રાશિ પરિવર્તન થતાં આવતીકાલથી 4 રાશિના જાતકોને ધૂમ કમાણી થશે!


