Get The App

કયા ગ્રહ સાથે છે ક્યા રંગનો સંબંધ, જાણો તેનું મહત્ત્વ અને જીવન પર અસર

Updated: May 24th, 2024

GS TEAM


Google News
Google News
કયા ગ્રહ સાથે છે ક્યા રંગનો સંબંધ, જાણો તેનું મહત્ત્વ અને જીવન પર અસર 1 - image
Iamge Envato

Planet and Colour : વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહ વિશે વાત કરવામાં આવી છે. જેમાં સાત (7) ગ્રહોન દૃશ્યમાન છે એટલે કે તેને જોઈ શકાય છે, જ્યારે બે (2) ગ્રહો અદ્રશ્ય છે. સૂર્ય, ચંદ્ર, બુધ, મંગળ, ગુરુ, શુક્ર અને શનિ દૃશ્યમાન ગ્રહો છે, જ્યારે રાહુ અને કેતુ અદ્રશ્ય ગ્રહો છે, તેને જોઈ શકાતા નથી. રાહુ અને કેતુને 'છાયા ગ્રહો' માનવામાં આવે છે. આ સાથે મહત્ત્વની વાત એ છે કે, જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ નવ ગ્રહો માટે અલગ- અલગ કલર સૂચવવામાં આવ્યા છે, જે તે ગ્રહની ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યોતિષ શાસ્ત્રના 'રત્નશાસ્ત્ર' અનુસાર ગ્રહો સંબંધિત રત્ન, કપડાં અથવા રંગોની વસ્તુઓ ધારણ કરવાથી ગ્રહોની પોઝીટીવ અસર વધારી શકાય છે. આવો જાણીએ કે, કયા રંગનો સંબંધ કયા ગ્રહ સાથે છે, તેનું મહત્ત્વ અને જીવન પર તેની કેવી અસર થાય છે?

ગ્રહોના રંગો, મહત્ત્વ અને તેની અસર

સૂર્ય : 

સોનેરી અને પીળો એ નવ ગ્રહોના સ્વામી સૂર્યનો પ્રાથમિક રંગ છે, જ્યારે લાલ તેનો બીજો અથવા વૈકલ્પિક રંગ માનવામાં આવે છે. આ રંગો આત્મવિશ્વાસ, નેતૃત્વ, ઉર્જા અને સ્વાસ્થ્ય માટે આ રંગને સારા માનવામાં આવે છે.

ચંદ્ર :

સફેદ રંગ ચંદ્ર સાથે સંબંધિત માનવામાં આવે છે, જે મન, કલ્પનાશક્તિ, યાદશક્તિ વગેરે વધારવા માટે યોગ્ય માનવામાં આવે છે.

બુધ:

લીલો રંગ એ બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે, જે બુદ્ધિ, વાણી, વેપાર - વ્યવસાય અને ચંચળતા માટે જવાબદાર છે.

મંગળ:

લાલ રંગ આ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. આ રંગ સાહસ, શક્તિ, ઈચ્છાશક્તિ અને જમીન સાથે સંબંધિત માનવામાં આવે છે.

ગુરુ: 

ગુરુનો પ્રાથમિક રંગ પીળો અને ગૌણ રંગ નારંગી છે. આ રંગોને જ્ઞાન, શિક્ષણ, લગ્ન અને સૌભાગ્ય માટે શુભ માનવામાં આવે છે.

શનિ: 

કાળો રંગ એ શનિનો પ્રાથમિક માનવામાં આવે છે. જ્યારે વાદળી તેનો વૈકલ્પિક રંગ છે. આ રંગ કર્મ/ક્રિયા, ન્યાય અને અનુશાસન સાથે સંબંધિત છે. જ્યારે શનિ અશુભ હોય છે, ત્યારે આ રંગો શુભને બદલે નકારાત્મક અસર કરે છે.

રાહુઃ 

ભુરો રંગ રાહુ સાથે જોડાયેલો છે, જેને ભ્રમ, મોહ અને માનસિક અશાંતિનું પ્રતીક માનવામાં આવે છે.

કેતુ: 

જ્યોતિષ શાસ્ત્રમાં છાયા ગ્રહ કેતુ માટે રાખોડી (Gray) રંગ સૂચવવામાં આવ્યો છે. તે રહસ્ય અને ગુપ્તતાનું પ્રતીક છે.

ગ્રહોના રંગનું જ્યોતિષમાં ઉપયોગ 

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો સાથે જોડાયેલા આ રંગોનો ઉપયોગ જ્યોતિષીય વિધિઓ અને ઉપચારોની સાથે સાથે યજ્ઞ અને પૂજામાં કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ગ્રહને અનૂકુળ રત્ન ધારણ કરવાથી લાભ થાય છે. જ્યોતિષીય ઉપાયો માટે પણ ગ્રહો સંબંધિત રંગની વસ્તુઓ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, ગુરુ ગ્રહ માટે પીળી હળદરના ઉપાયો કરવામાં આવે છે. અત્યારના સમયમાં વાસ્તુશાસ્ત્રમાં પણ ગ્રહો સંબંધિત રંગોનો ઉપયોગ ઘરો, દુકાનો, સંસ્થાઓ અને ઓફિસોમાં પોઝિટિવ એનર્જી માટે કરવામાં આવે છે.


Tags :