ઘરની આ દિશામાં પૂર્વજોના ફોટો લગાવવાથી થશે ચમત્કાર, ઘરમાં આવશે સુખ-સમૃદ્વિ
નવી દિલ્હી,તા. 14 ઓગસ્ટ2023, સોમવાર
હિન્દુ ધર્મમાં પૂર્વજોને દેવતાઓની જેમ પૂજવામાં આવે છે. પૂર્વજનોની તસવીર ઘરમાં લગાવવામાં આવે છે. પૂર્વજોના ફોટા લગાવવાથી તેમજ પુજા કરવાથી તેમના આશીર્વાદ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. પૂર્વજોના ફોટા કઇ દિશામાં લગાવવથી ખુલશે ભાગ્ય તેની ઘણા લોકોને જાણ નથી. વાસ્તુશાસ્ત્રમાં પૂર્વજોની તસવીરો લગાવવા માટે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે,
જાણો પૂર્વજોના ફોટા ક્યાં ન લગાવવા જોઇએ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
-વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ઘરના બેડરૂમ, મંદિર કે રસોડામાં પૂર્વજોની તસવીર ક્યારેય ન લગાવવી જોઈએ. તેમને અહીં લગાવવાથી ઘરમાં અશાંતિનું વાતાવરણ રહે છે. આ સિવાય ઘરમાં સમસ્યાઓ વધતી રહે છે.
ઘરના મંદિરમાં પૂર્વજોના ફોટા ન લગાવવા કે ન મુકવા જોઇએ. એવુ કહેવાય છે કે,
ઘરના મંદિરમાં પૂર્વજોની તસવીરો લગાવવી અશુભ છે. જેનાથી ઘરમાં શાંતિ કે ખુશીઓ રહેતી નથી.
જાણો પૂર્વજોના ફોટા ક્યાં લગાવવા જોઇએ
વાસ્તુ અનુસાર પૂર્વજોના ફોટા યોગ્ય દિશામાં લગાવવા જોઇએ, દક્ષિણ દિશા યમદેવતા અને પૂર્વજોની માનવામાં આવે છે. તેથી હંમેશા તમારા ઘરની દક્ષિણ દિશામાં તમારા પૂર્વજોના ફોટા લગાવો.
શાસ્ત્રો અનુસાર પૂર્વજોના ફોટા જ્યાં હોય ત્યાં રોજ સાંજે સરસવના તેલનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. આ સાથે જ અમાવસ્યાના દિવસે પણ દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર, ધ્યાનમાં રાખો કે, કોઈપણ જીવંત વ્યક્તિની તસવીર સાથે પૂર્વજોની તસવીર ક્યારેય ન લગાવવી જોઇએ.