શ્રાદ્ધ પક્ષમાં 3 જગ્યાએ જરૂર પ્રગટાવો દીવો, પિતૃઓના આશીર્વાદ મળતા હોવાની છે માન્યતા
Pitru Paksha 2025: શ્રાદ્ધ પક્ષ દરમિયાન લોકો પોતાના પૂર્વજોની શાંતિ માટે પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવાર પર હંમેશા તેમના આશીર્વાદ રહે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રાદ્ધ પક્ષ દરમિયાન ચોક્કસ વૃક્ષો નીચે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી પૂર્વજોના આશીર્વાદ અને પિતૃ દોષથી મુક્તિ મળે છે.
સુખ અને સમૃદ્ધિ રહેશે
માન્યતાઓ અનુસાર, પીપળાના વૃક્ષમાં પૂર્વજોનો વાસ હોય છે. આ સ્થિતિમાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન પીપળાના વૃક્ષની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયે, દરરોજ પીપળાના વૃક્ષ નીચે સરસવ તેલનો દીવો પ્રગટાવો અને તેમાં કાળા તલ નાખો. એવું માનવામાં આવે છે કે આનાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને પરિવારમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે.
નકારાત્મક ઊર્જા દૂર થશે
સનાતન ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ છે. શ્રાદ્ધ પક્ષદરમિયાન દરરોજ તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પરિવારમાં સકારાત્મકતા રહે છે અને પિતૃ દોષનો પ્રભાવ ઓછો થઈ શકે છે. આ સાથે પરિવારના સભ્યો માટે પ્રગતિનો માર્ગ પણ ખૂલે છે.
પિતૃ દોષથી રાહત મળી શકે છે
ધાર્મિક માન્યતા અનુસાર, શ્રાદ્ધ પક્ષદરમિયાન સાંજે શમીના છોડ(ખીજડો) પાસે ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શમીનો છોડ શનિદેવને ખૂબ પ્રિય છે અને તેની પૂજા કરવાથી ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળે છે. એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન દરરોજ શમીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને પિતૃ દોષથી રાહત મળી શકે છે.