Get The App

Puja Rules: દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે આ બાબતોનું રાખો વિશેષ ધ્યાન, નહીંતર મળશે અશુભ ફળ

Updated: Oct 18th, 2023

GS TEAM

Google News
Google News
Puja Rules: દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે આ બાબતોનું રાખો વિશેષ ધ્યાન, નહીંતર મળશે અશુભ ફળ 1 - image

                                                        Image Source: Wikipedia

અમદાવાદ, તા. 18 ઓક્ટોબર 2023 બુધવાર

સામાન્યરીતે ઉત્તર કે પૂર્વ દિશામાં જ મુખ કરીને પૂજા-પાઠ કે જપ કરવામાં આવે છે, પરંતુ ક્યારેક કોઈ ફળની પ્રાપ્તિ માટે અન્ય દિશાઓમાં પણ જપ કરવામાં આવે છે. પશ્ચિમ દિશા તરફ મુખ કરીને જપ કરવાથી ધન, વૈભવ અને ઐશ્વર્યની કામના પૂરી થાય છે. દક્ષિણ દિશામાં મુખ કરીને જપ કરવાથી ષટ્કર્મોની પ્રાપ્તિ થાય છે. ઉત્તર-પશ્ચિમ એટલે કે વાયવ્ય કોણ તરફ મુખ કરીને જપ કરવાથી દુશ્મન અને વિરોધીઓ પર વિજય પ્રાપ્ત થાય છે. દક્ષિણ-પૂર્વ એટલે કે આગ્નેય કોણમાં મુખ કરીને જપ કરવાથી આકર્ષણ અને સૌંદર્યની કામના પૂરી થાય છે તથા દક્ષિણ-પશ્ચિમ એટલે કે નૈઋત્ય કોણમાં મુખ કરીને જપ કરવાથી કોઈના દર્શનની કામના પૂરી થાય છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂજા દરમિયાન પૂર્વ દિશામાં મુખ કરીને પૂજા-અર્ચના કરવી શ્રેષ્ઠ રહે છે, કેમ કે પૂર્વ દિશા શક્તિ અને શૌર્યનું પ્રતીક છે. વાસ્તુ શાસ્ત્રમાં પૂજા માટે પશ્ચિમની તરફ પીઠ કરીને એટલે કે પૂર્વાભિમુખ થઈને બેસવુ જ્ઞાન પ્રાપ્તિ માટે સારુ માનવામાં આવે છે. આ દિશામાં ઉપાસના કરવાથી આપણી અંદર ક્ષમતા અને સામર્થ્યનો સંચાર થાય છે જેનાથી આપણે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સરળતા રહે છે. આ દિશામાં પૂજા સ્થળ હોવાથી ઘરમાં રહેતા લોકોને શાંતિ, સુકૂન, ધન, પ્રસન્નતા અને સ્વાસ્થ્ય લાભ મળે છે.

પૂજા સાથે જોડાયેલી આ બાબતોનું પણ રાખો ધ્યાન

ભગવાન વિષ્ણુને અક્ષત એટલે કે ચોખા, આંકડા અને ધતૂરા ચઢાવવા જોઈએ નહીં. 

સૂર્ય, ગણેશ અને ભૈરવને લાલ ફૂલ પસંદ છે, જ્યારે ભગવાન શંકરને સફેદ ફૂલ પ્રિય છે.

માતા દુર્ગાને આંકડો, પારિજાત, બીલી, દુર્વા, તગર ગંઠોડા ન ચઢાવો.

નૈવેદ્યને ધાતુ એટલે સોનુ, ચાંદી કે તાંબાના, પથ્થર, યજ્ઞીય લાકડુ કે માટીના પાત્રમાં ચઢાવવુ જોઈએ. 

દેવતાને સમર્પિત કરીને પ્રસાદને તાત્કાલિક ઉઠાવી લેવો જોઈએ.

ચંપા અને કમળ સિવાય કોઈ પણ ફૂલની કળી ચઢાવવી જોઈએ નહીં.