વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં મંદિર બનાવડાવતી વખતે આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીંતર થઈ શકે છે અશુભ
Image Source: Freepik
અમદાવાદ, તા. 02 ઓગસ્ટ 2023 બુધવાર
ઘરમાં મંદિરનું સ્થાન સૌથી ઊંચા સ્થાને માનવામાં આવે છે. સવારે નિત્યકર્મ પતાવ્યા બાદ વ્યક્તિ ભગવાનના દર્શન માટે જાય જ છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર મંદિરનો રંગ ખૂબ જ સૌમ્ય અને મનને શાંતિ આપનાર હોવો જોઈએ. આ ભાગમાં સકારાત્મકતા જળવાઈ રહેવી જોઈએ. તેથી પૂજા ઘરની દિવાલો પર સામાન્ય પીળો રંગ કે નારંગી રંગ કરાવવો યોગ્ય રહે છે અને ટાઈલ્સ માટે આછો પીળો કે સફેદ રંગના પથ્થરની પસંદગી કરવી ખૂબ સારી હોય છે.
મંદિર સાથે જોડાયેલી આ વાતોનું પણ રાખો ખાસ ધ્યાન
વાસ્તુ શાસ્ત્ર અનુસાર મંદિરનું નિર્માણ ઈશાન ખૂણા (ઉત્તર અને પૂર્વની વચ્ચેની દિશા)માં કરવુ સૌથી સારુ માનવામાં આવે છે પરંતુ આ દિશામાં મંદિર બનાવતી વખતે એક વાતનું ધ્યાન રાખવુ જોઈએ કે પૂજા સ્થળની નીચે પથ્થરનો સ્લેબ ન લગાવો નહીંતર તમે દેવામાં ડૂબી શકો છો.
પથ્થરના બદલે તમે લાકડાની સ્લેબ કે અલગથી લાકડાનું આખુ મંદિર બનાવી શકો છો પરંતુ ધ્યાન રાખો કે લાકડાનું મંદિર દિવાલને અડીને ન બનાવવુ જોઈએ, દિવાલથી થોડુ દૂર જ મંદિરનું નિર્માણ કરાવો. જો તમે ઉત્તર-પૂર્વ દિશામાં લાકડાના મંદિરનું નિર્માણ કરાવી રહ્યા હોવ તો મંદિરની નીચે ગોળ પાયા જરૂર બનાવડાવો.
ડાઈનિંગ રૂમ માટે આ રંગ શુભ રહેશે
વાસ્તુ અનુસાર ડાઈનિંગ રુમ એટલે ભોજન રૂમમાં એવા રંગનો ઉપયોગ કરવો જોઈએ જે ઘરના તમામ સભ્યોને સાથે રાખવામાં મદદરૂપ હોય. ઘણી વખત ભોજન દરમિયાન મહત્વના નિર્ણય પણ લેવામાં આવે છે, કારણ કે તે સમયે બધા સાથે હોય છે, તો દરમિયાન રંગોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ડાઈનિંગ રૂમમાં આછો લીલો, ગુલાબી, આસમાની, નારંગી, ક્રીમ કે પછી આછો પીળો રંગ સૌથી સારો હોય છે. આછા રંગોને જોઈને ભોજન કરનારના મનમાં આનંદ રહે છે પરંતુ ધ્યાન રાખો કે ડાઈનિંગ રૂમમાં કાળો રંગ ના કરાવવો જોઈએ.