શ્રાવણ મહિનામાં ઉપવાસ દરમિયાન આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, શરીરમાં એનર્જી જળવાઈ રહેશે
Image Source: Freepik
અમદાવાદ, તા. 05 જુલાઈ 2023 બુધવાર
શ્રાવણ મહિનામાં લોકો સોમવારનું વ્રત રાખે છે. આ વખતે શ્રાવણનો મહિનો 59 દિવસ એટલે કે બે મહિનાનો રહેશે. દરમિયાન જે લોકો વ્રત કરશે તે લોકોને વધુ દિવસો સુધી ફાસ્ટિંગ દરમિયાન કમજોરી અને થાક અનુભવાય શકે છે. દરમિયાન તે લોકોએ ભોજનમાં કંઈક એવી વસ્તુઓને એડ કરવી પડશે જે એનર્જીની સાથે-સાથે બોડીને હાઈડ્રેટ પણ રાખે.
1. પોતાને હાઈડ્રેટ રાખો
વ્રત દરમિયાન પોતાને હાઈડ્રેટ રાખો. એક્સપર્ટ અનુસાર લીંબુ પાણી, લસ્સી કે પછી કોકોનટ વોટરથી દિવસની શરૂઆત કરી શકો છો. શરીરમાં પાણીની અછત થવાના કારણે તમને કમજોરી, માથાનો દુખાવો, ચક્કર જેવી સમસ્યાઓ થઈ શકે છે પરંતુ તમે બોડીને હાઈડ્રેટેડ રાખવા માટે આખો દિવસ ખૂબ પાણી પીશો તો આનાથી આખો દિવસ હેલ્ધી અનુભવશો.
2. ફળો અને ડ્રાયફ્રૂટનું સેવન
વ્રતમાં એનર્જેટિક રહેવા માટે તમારે પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરવુ જોઈએ. આ માટે તમે ફળો અને ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરો. તમે તમારી ડાયટમાં સફરજન, કેળા, ચીકુ, દ્રાક્ષ, જમરૂખ વગેરે ફળોને સામેલ કરી શકો છો. ડ્રાયફ્રૂટ પણ હેલ્ધી ફેટ, પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે. વ્રતમાં ડ્રાયફ્રૂટ ખાવાથી તમારુ પેટ ભરેલુ રહેશે અને કમજોરી પણ અનુભવાશે નહીં.
3. બપોરે દહીં ખાવો
દિવસે પેટને ભરેલુ રાખવા માટે દહીંનું સેવન કરો. દહીં પ્રો-બાયોટિક ફૂડ છે. જે શરીરની પાચન ક્રિયાને યોગ્ય રાખવામાં મદદ કરે છે. સાથે જ શરીરમાં પાણીની ઉણપ પણ રહેશે નહીં.
4. વ્રત બાદ હેવી ફૂડ ન ખાવ
વ્રત ખોલતી વખતે હેવી ફૂડનું સેવન ન કરો પરંતુ ઘણા લોકો વ્રત બાદ તળેલુ અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન પણ કરે છે જેનાથી આખો દિવસ સુસ્તી ભરેલો રહે છે. શ્રાવણ મહિનામાં તળેલા ખાદ્ય પદાર્થ, પ્રોસેસ્ડ સેન્ક્સ અને વધુ ખાંડ કે મીઠા વાળા ખાદ્ય પદાર્થોથી બચવુ જરૂરી છે. સાથે જ આવુ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે.
5. પૂરતી ઊંઘ લો
વ્રત દરમિયાન હેલ્ધી અને ફીટ રહેવા માટે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે. ઊંઘ પૂરી ન થવાના કારણે તમને કમજોરી, થાક, ચક્કર કે માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ તમામ મુશ્કેલીઓથી બચવા માટે 6-7 કલાકની ઊંઘ જરૂરી છે. સાથે જ, પોઝીટીવ વિચારો અને રિલેક્સ રહો.
6. થોડુ-થોડુ ખાવ
ઘણા લોકો વ્રત દરમિયાન આખો દિવસ ભૂખ્યા રહે છે અને પછી સાંજે એક જ વખતમાં વધુ જમી લે છે પરંતુ આવુ કરવાથી તમને આખો દિવસ કમજોરી અનુભવાઈ શકે છે. સાથે જ ગેસ, એસિડિટી અને બ્લોટિંગ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. વ્રતમાં તમને દિવસમાં એક વાર હેવી મીલ ખાવાના બદલે 3-4 વખત થોડુ-થોડુ ખાવુ જોઈએ. આનાથી તમને ભૂખ પણ નથી લાગતી અને તમને થાક કે કમજોરી પણ અનુભવાશે નહીં.