Get The App

શનિની રાશિમાં પંચગ્રહી યોગ, 19 જાન્યુઆરીથી 4 રાશિના લોકો પર થશે ધનવર્ષા

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
શનિની રાશિમાં પંચગ્રહી યોગ, 19 જાન્યુઆરીથી 4 રાશિના લોકો પર થશે ધનવર્ષા 1 - image

Panchgrahi yog 2026: 19 જાન્યુઆરીની તારીખથી જ્યોતિષ શાસ્ત્રોના હિસાબથી ખુબ જ ખાસ માનવામાં આવી રહી છે. આ દિવસે વર્ષનો પ્રથમ પંચગ્રહી યોગ બની રહ્યો છે. આ યોગ મકર રાશિમાં સૂર્ય,મંગળ, બુધ,શુક્ર અને ચંદ્ર મળીને બનાવશે. સૂર્ય અને શુક્ર હાલ શનિની રાશિ મકરમાં વિરાજમાન છે. ત્યાર બાદ 16,17 અને 19 જાન્યુઆરી ક્રમશ મંગળ, બુધ અને ચંદ્ર આ રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ નિષ્ણાંતોનું કહેવું છે કે, મકર રાશિમાં બની રહેલો આ પંચગ્રહી યોગ 4 રાશિના જાતકોને ભાગ્યશાળી બનાવી શકે છે. 

વૃષભ રાશિ

વર્ષનો આ પ્રતમ પંચગ્રહી યોગ વૃષભ રાશિના લોકોની કિસ્મતના દરવાજા ખોલશે. આવકના વધારાના સ્ત્રોત બની શકે છે અને અગાઉ કરેલા કોઇ રોકાણનું બમ્પર રિટર્ન મળવાની શક્યા છે. લાંબા સમયથી કરવામાં આવી રહેલા પ્રયાસ હવે સફળ થતા જોવા મળશે. 2025 માં જે આનંદ તમને નથી મળ્યો તે હવે વ્યાજ સાથે મળશે. પરિવારમાં સંતુલન રહેશે અને ભવિષ્ય અંગે વિશ્વાસ દ્રઢ બનશે. 

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે પણ ગ્રહ ગોચર દુર્લભ સંયોગ શુભ બનશે. આ રાશિના જાકતોને અચાનક આર્થિક લાભ થઇ શકે છે. ક્યાંયથી અટકેલા પૈસા મળવા અથવા કોઇ મોટો કરજો દુર થવાના સંકેત છે. રચનાત્મક અને સંચાલ અંગેના ક્ષેત્રમાં કામ કરનારા લોકોને સારી તકો પ્રાપ્ત થશે. ઘર-પરિવારમાં સારા સમાચાર પ્રાપ્ત થશે. સંતાન પ્રાપ્તિનું સૌભાગ્ય મળી શકે છે. 

તુલા રાશિ

પંચગ્રહી યોગ તુલા રાશિના જાતકો માટે નવી નોકરી અને વ્યાપારમાં લાભનો સંકેત જોવા મળી રહ્યો છે. તમને કારકિર્દી, ધન અને સામાજિક પ્રતિષ્ઠામાં સકારાત્મક પરિવર્તનની શક્યતા છે. ભાગીદારીમાં વેપાર કરનારા લોકોને વધારે લાભ થશે. કોઇ મોટી ડીલ મળવાથી મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ વધશે, નિર્ણય ક્ષમતા સશક્ત થશે અને જીવનની દિશા વધારે સ્પષ્ટ થશે. અભ્યાસ કરનારા લોકોની એકાગ્રતા આ દરમિયાન સારી થઇ શકે છે. 

મકર રાશિ

પંચગ્રહી યોગ મકર રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુદ્રઢ બનશે. ધનધાન્યના મામલે તમારા પક્ષમાં રહેશે. નાણા અંગેનો કોઇ જુનો વિવાદ પણ પુર્ણ થઇ શકે છે. કોર્ટના કેસમાં રાહત થશે. આ સમયે આભૂષણ અથવા સંપત્તિમાં રોકાણના યોગ બની રહ્યા છે. ભવિષ્યની યોજનાઓ વ્યવસ્થિત થશે. સામાજિક સહયોગ મળશે અને પ્રભાવશાળી લોકોના સંપર્ક આગળ જઇને ફાયદાકારક સાબિત થશે.