Paap Kartari Yog 2026: જ્યોતિષ શાસ્ત્ર મુજબજ્યારે કોઈ શુભ ગ્રહ બે અશુભ ગ્રહોની વચ્ચે આવી જાય છે, ત્યારે તેને પાપ કર્તરી યોગ કહેવામાં આવે છે. 9 જૂન એટલે કે મંગળવારની સવારે કંઈક આવો જ યોગ બનવા જઈ રહ્યો છે. આ દિવસે ચંદ્રમા કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન એક તરફ રાહુ કુંભમાં અને બીજી તરફ મંગળ મેષમાં રહેશે, જેનાથી ચંદ્રમા તેમની વચ્ચે આવી જશે. એટલું જ નહીં, આ સમયે ચંદ્રમાનો સંબંધ શનિ સાથે પણ રહેશે, જેનાથી આ યોગનો પ્રભાવ વધુ ગંભીર થઈ શકે છે. ખાસ કરીને બે રાશિઓ માટે આ સમય થોડો પડકારજનક સાબિત થઈ શકે છે.
કર્ક રાશિ માટે માનસિક તણાવ
કર્ક રાશિના સ્વામી ચંદ્રમા જ હોય છે, તેથી આ યોગની અસર તમારા પર સીધી પડી શકે છે. આ દરમિયાન તમારું મન બેચેન રહી શકે છે. નાની-નાની વાતોથી પણ તમને તણાવ થઈ શકે છે. જૂનના બીજા સપ્તાહના શરૂઆતના દિવસો તમારા માટે થોડા મુશ્કેલ રહી શકે છે. પરિવારમાં પણ કેટલાક મતભેદો સામે આવી શકે છે. આ સમયે કોઈના પર પણ વધારે ભરોસો કરવાથી બચો. તમારી અંગત વાતો કોઈની સાથે શેર ન કરો. પૈસા સાથે જોડાયેલો કોઈ મોટો નિર્ણય હાલ પૂરતો ટાળી દેવો વધુ સારો રહેશે. દરરોજ ભગવાન શિવનું સ્મરણ કરો. શિવ મંત્રોનો જપ કરો, તેનાથી મનને શાંતિ મળશે.
આ પણ વાંચો: સૂર્ય અને બુધ બનાવશે બુદ્ધાદિત્ય યોગ, 4 રાશિના જાતકોના ભાગ્યમાં ખુશીઓનું થશે આગમન
મીન રાશિએ વાણી-સ્વાસ્થ્ય સાચવવું
મીન રાશિના લોકો માટે પણ આ યોગ થોડો ભારે પડી શકે છે. આ દરમિયાન ગુસ્સો વધી શકે છે, જેનાથી તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે. વાત કરતી વખતે તમારા શબ્દો પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી રહેશે. કાર્યક્ષેત્રમાં પણ કોઈ પણ પ્રકારની રાજનીતિ કે વિવાદથી અંતર જાળવી રાખો, નહીં તો નકામી પરેશાની થઈ શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો પેટ, ગળા કે કાન સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે, તેથી બેદરકારી ન રાખો. વાહન ચલાવતી વખતે પણ સાવધાની રાખો. દરરોજ ધ્યાન અને યોગ કરો. સાથે જ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી નકારાત્મક પ્રભાવ ઓછા થઈ શકે છે.
નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે. 'ગુજરાત સમાચાર' આ વાતોની સત્યતા કે તર્કસંગતતાની પુષ્ટિ કરતું નથી. વાચકોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાત અથવા શાસ્ત્રજ્ઞની સલાહ લેવી હિતાવહ છે.


