Astro

જન્માષ્ટમીએ લડ્ડુ ગોપાલને અર્પણ કરો આ ખાસ વસ્તુ, ક્યારેય ઘરમાં નહીં ખૂટે ધન

By GS TEAM
16 Aug 20252 mins read
TukuTouch Logo
ધાર્મિક માન્યતાઓ અનુસાર, દ્વાપર યુગમાં, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાના અષ્ટમી તિથિને રોહિણી નક્ષત્રમાં થયો હતો. આ જ કારણે દર વર્ષે તા તિથિ પર જન્માષ્ટમીના પાવન પર્વને ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 16 ઓગસ્ટે ઉજવવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જન્માષ્ટમીએ લડ્ડુ ગોપાલને અર્પણ કરો આ ખાસ વસ્તુ, ક્યારેય ઘરમાં નહીં ખૂટે ધન
Image source: ai/groke 

Shri Krishna Janmashtami: ધાર્મિક માન્યતાઓ અનુસાર, દ્વાપર યુગમાં, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાના અષ્ટમી તિથિને રોહિણી નક્ષત્રમાં થયો હતો. આ જ કારણે દર વર્ષે તા તિથિ પર જન્માષ્ટમીના પાવન પર્વને ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 16 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ દિવસે ભક્તો ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરે છે અને પૂર્ણ દિવસ વ્રત રાખી રાત્રે જન્મોત્સવ મનાવે છે. ધાર્મિક માન્યતા એવી છે કે જે પણ ભક્ત આ દિવસે પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી ભગવાનની પૂજા કરે છે, તેની બધી જ ઈચ્છા પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.શાસ્ત્રોમાં ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા ચાંદીની વાંસળી સંબંધિત કેટલાક ઉપાયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : જન્માષ્ટમીએ કરજો આ ખાસ ઉપાય, લડ્ડુ ગોપાલના મળશે આશીર્વાદ

ચાંદીની વાંસળીનું મહત્વ 

ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી અતિપ્રિય છે. જન્માષ્ટમીના દિવસે તેમને ચાંદીની વાંસળી અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે જન્માષ્ટમીના દિવસે પૂજા દરમિયાન ભગવાન પાસે ચાંદીની વાંસળી રાખવી સુખ-સંપત્તિમાં વૃદ્ધિ થાય છે, આર્થિક સમસ્યા દૂર થાય છે અને ઉદ્યોગ-ધંધામાં પ્રગતિ થાય છે. 

તિજોરીમાં રાખો વાંસળી

કૃષ્ણ ભગવાનની પૂજા કર્યા બાદ ચાંદીની વાંસળીને ઘરની તિજોરીમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી પૈસાની આવક વધે છે અને ઘરમાં ક્યારેય ધનની અછત થતી નથી. 

સકારાત્મક ઉર્જાનું સંચારણ

જન્માષ્ટમીના દિવસે ઘરમાં વાંસળી રાખવાથી ન માત્ર નકારાત્મક ઉર્જા દૂર થાય છે પણ સાથે વાતાવરણમાં શાંતિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.