Get The App

જન્માષ્ટમીએ લડ્ડુ ગોપાલને અર્પણ કરો આ ખાસ વસ્તુ, ક્યારેય ઘરમાં નહીં ખૂટે ધન

Updated: Aug 16th, 2025

GS TEAM

Google News
Google News
જન્માષ્ટમીએ લડ્ડુ ગોપાલને અર્પણ કરો આ ખાસ વસ્તુ, ક્યારેય ઘરમાં નહીં ખૂટે ધન 1 - image
Image source: ai/groke 

Shri Krishna Janmashtami: ધાર્મિક માન્યતાઓ અનુસાર, દ્વાપર યુગમાં, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાના અષ્ટમી તિથિને રોહિણી નક્ષત્રમાં થયો હતો. આ જ કારણે દર વર્ષે તા તિથિ પર જન્માષ્ટમીના પાવન પર્વને ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 16 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ દિવસે ભક્તો ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરે છે અને પૂર્ણ દિવસ વ્રત રાખી રાત્રે જન્મોત્સવ મનાવે છે. ધાર્મિક માન્યતા એવી છે કે જે પણ ભક્ત આ દિવસે પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી ભગવાનની પૂજા કરે છે, તેની બધી જ ઈચ્છા પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.શાસ્ત્રોમાં ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા ચાંદીની વાંસળી સંબંધિત કેટલાક ઉપાયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : જન્માષ્ટમીએ કરજો આ ખાસ ઉપાય, લડ્ડુ ગોપાલના મળશે આશીર્વાદ

ચાંદીની વાંસળીનું મહત્વ 

ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી અતિપ્રિય છે. જન્માષ્ટમીના દિવસે તેમને ચાંદીની વાંસળી અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે જન્માષ્ટમીના દિવસે પૂજા દરમિયાન ભગવાન પાસે ચાંદીની વાંસળી રાખવી સુખ-સંપત્તિમાં વૃદ્ધિ થાય છે, આર્થિક સમસ્યા દૂર થાય છે અને ઉદ્યોગ-ધંધામાં પ્રગતિ થાય છે. 

તિજોરીમાં રાખો વાંસળી

કૃષ્ણ ભગવાનની પૂજા કર્યા બાદ ચાંદીની વાંસળીને ઘરની તિજોરીમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી પૈસાની આવક વધે છે અને ઘરમાં ક્યારેય ધનની અછત થતી નથી. 

સકારાત્મક ઉર્જાનું સંચારણ

જન્માષ્ટમીના દિવસે ઘરમાં વાંસળી રાખવાથી ન માત્ર નકારાત્મક ઉર્જા દૂર થાય છે પણ સાથે વાતાવરણમાં શાંતિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 

Tags :