Get The App

અંક જ્યોતિષ: 2026માં આ 4 મૂળાંકના જાતકોનું ભાગ્ય ચમકશે

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
અંક જ્યોતિષ: 2026માં આ 4 મૂળાંકના જાતકોનું ભાગ્ય ચમકશે 1 - image

Numerology 2026: અંક જ્યોતિષ પ્રમાણે વર્ષ 2026 સૂર્યનું વર્ષ છે. સૂર્ય એક તેજસ્વી પરંતુ વિચ્છેદનકારક ગ્રહ છે. આ વર્ષે સૂર્યનો પ્રભાવ ખૂબ વધારે રહેશે. સૂર્યનો અંક 1 છે અને જે લોકોનો મૂળાંક 1 છે, તેમના માટે આ વર્ષ સારું રહેશે. જ્યારે કેટલાક મૂળાંક વાળા જાતકોને પડકારોનો સામનો પણ કરવો પડી શકે છે. આ વર્ષ રાજકીય ઉથલપાથલ, કુદરતી આફતો અને પાડોશી દેશો સાથે તણાવની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. ચાલો અંક જ્યોતિષની દ્રષ્ટિથી સમજીએ કે 2026 તમામ મૂળાંક માટે કેવું રહેશે. 

મૂળાંક 1: જો તમારી જન્મ તારીખ 01/10/19/ 28 છે

આ વર્ષ તમારા માટે સફળતાઓથી ભરેલું દેખાઈ રહ્યું છે. આર્થિક સ્થિતિ સારી થશે અને નોકરીમાં સ્થિરતા આવશે. પ્રેમ, વૈવાહિક જીવન અને સંતાન પક્ષ સારો રહેશે. ધન લાભ થશે. કરિયર સબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે. એકંદરે સ્વાસ્થ્યની સ્થિતિ સારી રહેશે. 

મૂળાંક 2: જો તમારી જન્મ તારીખ 02/11/20/29 છે

વર્ષ 2026 તમારા માટે શાનદાર દેખાઈ રહ્યું છે. આ વર્ષ તમારી બધી સમસ્યાઓનો ઉકેલ લાવનારું વર્ષ રહેશે. ધન-સંપત્તિ મામલે આ વર્ષ ખૂબ સારું રહેશે. તમે તમારા કારકિર્દીમાં ઈચ્છિત પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશો. સ્થાન પરિવર્તનના પ્રબળ યોગ બની રહ્યા છે. 

મૂળાંક 3: જો તમારી જન્મ તારીખ 03/12/21/30 છે 

આ વર્ષ તમારા માટે સતત સારું થતું જશે. કરિયરમાં પરિવર્તનની સાથે-સાથે મોટી સફળતા પણ મળશે. સંબંધોની સમસ્યાઓનો ઉકેલ આવશે. નાણાકીય બાબતો સારી રહેશે. કરિયરમાં ધનની પ્રાપ્તિથી લાભ થશે. તમારા પ્રયત્નોથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે.

મૂળાંક 4: જો તમારી જન્મ તારીખ 04/13/22/31 છે

કરિયર અને નાણાકીય બાબતો સામાન્ય રહેશે. વર્ષની શરૂઆતમાં કરિયરમાં જોખમો લેવાનું ટાળો. પૈસાના મામલે સાવધાની રાખો. નજીકના સંબંધોમાં સમસ્યાઓ આવી શકે છે. આ વર્ષે પેટની અને ઈજાઓ થવાની સમસ્યાઓ થઈ શકે છે.

મૂળાંક 5: જો તમારી જન્મ તારીખ 05/14/23 છે

આ વર્ષ તમારા માટે એકંદરે મધ્યમ રહેશે. કરિયર અને સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. આ વર્ષે લગ્ન અને સંતાનની શક્યતાઓ બની રહી છે. તમારે પૈસા કમાવવા માટે સખત મહેનત કરવી પડશે. સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે. 

મૂળાંક 6: જો તમારી જન્મ તારીખ 06/15/24 છે

2026 તમારા માટે સાવધાનીનું વર્ષ રહેશે. કરિયરની બાબતો ઠીક-ઠાક રહેશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. લગ્ન નક્કી થઈ શકે છે, પરંતુ થવામાં વિલંબ થશે. આ વર્ષે સ્વાસ્થ્ય સમસ્યાઓ અને સર્જરી કરાવવા જેવા યોગ બની રહ્યા છે.

મૂળાંક 7: જો તમારી જન્મ તારીખ 07/16/25 છે

આ વર્ષ તમારા જીવનમાં ઉતાર-ચઢાવ રહેશે. કરિયર અને નાણાકીય મામલે તમારે સખત મહેનત કરવી પડશે. આર્થિક લાભ તો ખૂબ થશે પરંતુ ખર્ચા પરેશાન કરી શકે છે. આ વર્ષે સંપત્તિ ખરીદવા અથવા વેચવાના યોગ છે. આ વર્ષે તમારું સ્વાસ્થ્ય મધ્યમ રહેશે.

આ પણ વાંચો: નુસરત ભરુચાએ મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લેતા વિવાદ, મૌલાનાએ કહ્યું- ‘આ ઇસ્લામની વિરુદ્ધ અને મોટું પાપ’

મૂળાંક 8: જો તમારી જન્મ તારીખ 08/17/26 છે

આ વર્ષ તમારા જીવનમાં કેટલીક સમસ્યાઓ રહેશે. કરિયર અને સ્થાનમાં પરિવર્તનના યોગ છે. લગ્ન અને સંબંધો પર ધ્યાન આપવું પડશે. આર્થિક સ્થિતિ સંતોષકારક રહેશે. તમારા સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિમાં ધીમે-ધીમે સુધારો થશે.

મૂળાંક 9: જો તમારી જન્મ તારીખ 09/18/27 છે

આ વર્ષ તમને ધીમે-ધીમે મોટી સફળતા તરફ દોરી જશે. તમારા કરિયરમાં નવી શરૂઆત અને સફળતા શક્ય છે. તમારી આર્થિક પરિસ્થિતિ ધીમે-ધીમે સુધરશે. સંબંધો અને પારિવારિક સમસ્યાઓમાં પણ સુધારો થશે.