Astro

આવતીકાલે નિર્જળા એકાદશી, 5 ભૂલો અવશ્ય ટાળજો, જાણો શુભ મુહૂર્ત, તિથિ અને પૂજા વિધિ

By GS TEAM
24 Jun 20262 mins read
TukuTouch Logo
25 જૂન અને ગુરુવારે નિર્જળા એકાદશીની ઉજવણી થશે. હિન્દુ ધર્મમાં આવતી તમામ એકાદશીઓમાં નિર્જળા એકાદશીને શ્રેષ્ઠ માનવામાં આવી છે. આ વર્ષની સૌથી મોટી એકાદશી માનવામાં આવે છે. તેને ભીમ અગિયારસ પણ કહેવાય છે. જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવતી આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું કહેવાય છે કે આ દિવસે દાન-સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. જે લોકો આખા વર્ષ દરમિયાન એકાદશીનું વ્રત નથી રાખતા, જો તેઓ માત્ર આ દિવસે વિધિ-વિધાનથી શ્રી હરિની પૂજા-અર્ચના કરી લે તો તેમને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આવતીકાલે નિર્જળા એકાદશી, 5 ભૂલો અવશ્ય ટાળજો, જાણો શુભ મુહૂર્ત, તિથિ અને પૂજા વિધિ

Nirjala Ekadashi-Bhim Agiyarash 2026: 25 જૂન અને ગુરુવારે નિર્જળા એકાદશીની ઉજવણી થશે. હિન્દુ ધર્મમાં આવતી તમામ એકાદશીઓમાં નિર્જળા એકાદશીને શ્રેષ્ઠ માનવામાં આવી છે. આ વર્ષની સૌથી મોટી એકાદશી માનવામાં આવે છે. તેને ભીમ અગિયારસ પણ કહેવાય છે. જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવતી આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું કહેવાય છે કે આ દિવસે દાન-સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. જે લોકો આખા વર્ષ દરમિયાન એકાદશીનું વ્રત નથી રાખતા, જો તેઓ માત્ર આ દિવસે વિધિ-વિધાનથી શ્રી હરિની પૂજા-અર્ચના કરી લે તો તેમને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થઈ શકે છે.

નિર્જળા એકાદશી તિથિ અને સમય

જેઠ શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ- 24 જૂને રાત્રે 8 વાગ્યેને 09 મિનિટે

જેઠ શુક્લ પક્ષની એકાદશી તિથિ સમાપ્ત- 25 જૂને રાત્રે 9 વાગ્યેને 14 મિનિટે

પૂજા માટેના શુભ મુહૂર્ત

બ્રહ્મ મુહૂર્ત: સવારે 04 વાગ્યેને 05 મિનિટથી સવારે 04 વાગ્યેને 45 મિનિટ સુધી

અભિજીત મુહૂર્ત: સવારે 11 વાગ્યેને 56 મિનિટથી બપોરે 12 વાગ્યેને 52 મિનિટ સુધી

રવિ યોગ: સવારે 05 વાગ્યેને 25 મિનિટથી સાંજે 04 વાગ્યેને 29 મિનિટ સુધી

ભગવાન વિષ્ણુની પૂજા વિધિ

નિર્જળા એકાદશીના દિવસે સ્નાન કર્યા પછી પીળા રંગના વસ્ત્રો પહેરો. ત્યારપછી એક બાજઠ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા અથવા છબી સ્થાપિત કરો. પૂજા દરમિયાન ધૂપ, દીપ, ફળ અને પીળા રંગની મીઠાઈઓ અર્પણ કરો. વિષ્ણુ જીને તુલસી પાન યુક્ત ખીરનો ભોગ લગાવો. પૂજા પછી વિષ્ણુ મંત્રોનો જાપ કરો. ત્યારપછી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરતી ઉતારો. અંતમાં શ્રદ્ધાપૂર્વક પોતાની મનોકામના વ્યક્ત કરી ભગવાન પાસે સુખ-સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાર્થના કરો.

નિર્જળા એકાદશીના દિવસે શું કરવું?

-નિર્જળા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાન કરો.

-ભગવાનને પીળા ફળ અને મીઠાઈનો ભોગ લગાવો.

-જળયુક્ત ફળ અથવા પીળી વસ્તુઓનું દાન કરો.

-ઘરમાં સાત્વિકતા જાળવી રાખો.

-ભગવાન વિષ્ણુનું ધ્યાન, ભજન અને મંત્ર જાપ કરો.

-પવિત્ર નદીઓમાં જઈને આસ્થાની ડૂબકી લગાવો.

નિર્જળા એકાદશીના દિવસે શું ન કરવું?

-ક્રોધ, જૂઠ અને વિવાદ વગેરેની ઝંઝટમાં ન પડો.

-ઈંડા, માંસ, મદિરાપાન (દારૂ)ના સેવનથી દૂર રહો.

-ચોખા ખાવાનું ટાળો.

-લસણ-ડુંગળી જેવી તામસિક વસ્તુઓનું સેવન ન કરો.

-ઘરના આંગણે આવેલા કોઈપણ વ્યક્તિ કે જીવનું અનાદર ન કરો.