નિર્જળા અગિયારસે બની રહ્યો છે લક્ષ્મી નારાયણ રાજયોગ, 3 રાશિના જાતકો માટે ખૂબ લાભદાયી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nirjala Ekadashi 2026: વર્ષની સૌથી મોટી અગિયારસ આવવાની છે. 25 જૂને નિર્જળા અગિયારસનું વ્રત રાખવામાં આવશે. એવી માન્યતા છે કે આ અગિયારસનું વ્રત રાખવાથી વર્ષની તમામ 24 અગિયારસ સમાન પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. એક દુર્લભ સંયોગ એ પણ છે કે આ વર્ષે નિર્જળા અગિયારસ પર લક્ષ્મી નારાયણ રાજયોગ પણ બની રહ્યો છે. વાસ્તવમાં, બુધ અને શુક્ર જ્યારે એક જ રાશિ અથવા ભાવમાં હોય છે ત્યારે લક્ષ્મી નારાયણ રાજયોગ બને છે. નિર્જળા અગિયારસ પર બુધ-શુક્ર કર્ક રાશિમાં એકસાથે બેસીને આ રાજયોગ બનાવશે. જે ત્રણ રાશિઓ માટે લાભદાયી માનવામાં આવી રહ્યો છે.
વૃષભ રાશિ
કરિયરમાં તમારા પ્રયાસો ઘણા અંશે સફળ રહેશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને નવી યોજનાઓથી ફાયદો મળશે. જે લોકો નવી દુકાન કે સ્ટાર્ટઅપ વગેરે શરૂ કરવા વિશે વિચારી રહ્યા છે, તેમના માટે સમય સારો છે. નોકરીયાત લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. આર્થિક પક્ષ મજબૂત થવાની સાથે વૈવાહિક જીવનમાં પણ સાનુકૂળ પરિણામો તમને મળવાના છે.
કર્ક રાશિ
નિર્જળા અગિયારસ પર લક્ષ્મી નારાયણ રાજયોગ તમારી રાશિમાં જ બનવાનો છે. આ યોગ તમારી પ્રગતિ અને આર્થિક મજબૂતીનો સંકેત આપી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં કરેલી મહેનતનું યોગ્ય પરિણામ મળશે, જેનાથી તમારી આવકમાં વધારો થઈ શકે છે. કરિયરમાં આગળ વધવાની નવી તકો મળશે. સામાજિક પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારાના સંકેતો પણ દેખાઈ રહ્યા છે. કોઈ સારા સમાચાર અથવા સિદ્ધિથી મન પ્રસન્ન રહેશે.
તુલા રાશિ
લક્ષ્મી નારાયણ રાજયોગ તમારા માટે પ્રગતિના દ્વાર ખોલી શકે છે. લાંબા સમયથી ચાલી આવતી પરેશાનીઓ દૂર થશે. નોકરી-ધંધામાં કરેલા પ્રયાસો સારા પરિણામ આપશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. આર્થિક સ્થિતિમાં સુધારાની સાથે પારિવારિક સંબંધોમાં સકારાત્મક બદલાવ આવશે. માનસિક દબાણ ઓછું થવાથી મન સંતુલિત અને શાંત રહેશે. સમાજમાં તમારું માન-સન્માન પણ વધશે. કોઈ રોગ-બીમારીમાંથી પણ તમને મુક્તિ મળી શકે છે.
આ પણ વાંચો: ઘરમાં આ દિશામાં જ લગાવો પૂર્વજોની તસવીર, નહીંતર....: જાણો ગરુડ પુરાણના નિયમ
કેમ શુભ માનવામાં આવે છે લક્ષ્મી નારાયણ યોગ?
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે બુધ-શુક્રના મિલનથી બનેલો લક્ષ્મી નારાયણ યોગ સુખ-સમૃદ્ધિ અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. આ યોગ વ્યક્તિને ધન લાભ, ભૌતિક સુખ અને સામાજિક પ્રતિષ્ઠા અપાવવામાં મદદરૂપ માનવામાં આવે છે. નિર્જળા અગિયારસ જેવી શુભ તિથિ પર આ યોગનું બનવું ખરેખર એક શુભ અને દુર્લભ સંયોગ છે.
નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે. 'ગુજરાત સમાચાર' આ વાતોની સત્યતા કે તર્કસંગતતાની પુષ્ટિ કરતું નથી. વાચકોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાત અથવા શાસ્ત્રજ્ઞની સલાહ લેવી હિતાવહ છે.









