નિર્વસ્ત્ર થઇને કદી ના કરશો આ કામ- વિષ્ણુપુરાણ
માનવ કલ્યાણ માટે વિષ્ણુપુરાણ મુજબ ખાન-પાનથી લઇ વસ્ત્ર ધારણ કરવાના નિયમો બનાવવામાં આવ્યાં છે. પુરાણ કહે છે કે કેટલાક કામો એવા છે જેમાં વસ્ત્ર ના પહેરવા તે એ કામનું અપમાન કરવા સમાન છે. એ જ રીતે પૂજા કરતી વખતે સિવ્યાં વગરના બે જ વસ્ત્ર પહેરવાનું વિધાન છે. આજે એવા કામ વિશે જાણીશું જે નગ્ન થઈને ના જ કરવા જોઈએ.
નિર્વસ્ત્ર સ્નાન ના કરવુ
વિષ્ણુપુરાણમાં કહેવાયું છે કે માનવીએ સંપૂર્ણ નગ્ન થઇને સ્નાન ના કરવું જોઈએ. ભગવાન કૃષ્ણએ ગોપીઓના વસ્ત્ર ચોરીને એવો સંદેશ આપ્યો હતો કે સ્નાન કરતી વખતે એકાદ વસ્ત્ર તો શરીર પર હોવું જ જોઈએ.
નિર્વસ્ત્ર ના સૂવું જોઈએ
નિર્વસ્ત્ર સૂવાથી ચંદ્ર ભગવાનનું અપમાન થાય છે. સાથે જ રાતે પિતૃગણ પોતાના સ્વજનોને જોવા આવે છે ત્યારે તમને આવી અવસ્થામાં જોઈને એમને બહુ દુ:ખ થાય છે, તેઓ આશીર્વાદ આપ્યાં વિના પાછા ફરે છે. કહેવાય છે કે આ રીતે સૂવાથી નકારાત્મક શક્તિઓ તમારા પર હાવિ થઇ જાય છે.
નિર્વસ્ત્ર થઇને પૂજા ના કરવી
કેટલાક લોકો ભગવાનની પૂજા નિર્વસ્ત્ર થઇને કરે છે. આ અંગે વિષ્ણુપુરાણમાં કહેવાયુ છે કે પૂજા કે યજ્ઞમાં સિવ્યા વિનાના કપડાં પહેરવા જોઈએ. સિલાઈ સાંસારિક મોહ-માયાનું પ્રતીક છે. પૂજા બધા બંધનોથી અલગ થઇને કરવી જોઈએ.