Navpancham Rajyog 2026: 17 ફ્રેબુઆરી 2026નો દિવસ ખાસ હશે, કારણ કે આ દિવસે બુધ અને ગુરુ ગ્રહ એક બીજાથી 120 ડિગ્રીના કોણ પર સ્થિત હશે. ગ્રહોની આ સ્થિતિ નવપંચમ રાજયોગનું નિર્માણ કરે છે. જે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. બુધ બુદ્ધિ, વેપાર અને સંવાદનું પ્રતિક છે જ્યારે ગુરુ જ્ઞાન, વિસ્તાર અને સૌભાગ્યનું પ્રતિક છે. આ બંને ગ્રહોનો કોણિય સંબંધ 5 રાશિના જાતકોને અનેક લાભ અપવાશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ કરિયર સાથે જોડાયેલા મોટા અવસર લઈને આવશે. લાંબા સમયથી પ્રમોશન(બઢતી) કે નવી નોકરીની આશા લઈને બેઠેલા લોકો માટે સફળતાના દ્વાર ખુલશે. તમે જે પણ ક્ષેત્રમાં કામ કરતાં હશો ત્યાં તમારી મહેનત અને નિર્ણય ક્ષમતાના વખાણ થશે. જેનાથી તમારી સ્થિતિ વધુ મજબૂત થશે. પારિવારિક સ્તરે પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલા લાભ મળવાના યોગ છે, વેપાર સાથે જોડાયેલા લોકો ખરા સમયે લીધેલા નિર્ણયોથી સારો એવો નફો રળી શકશે.
મિથુન રાશિ
મિથુન રાશિ માટે નવપંચમ રાજયોગ ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે. બુધ આ રાશિના સ્વામી છે અને ગુરુ સાથે તેમનો આ સંબંધ આર્થિક મામલે રાહત અપાવી શકે છે. પહેલાથી અટકેલાં કામ પાર પડશે તેમજ અટકેલું ધન પરત મળશે. રોકાણ સાથે જોડાયેલા નિર્ણયો માટે સૌથી સારો સમય, સમાજમાં માન સન્માન વધશે. શિક્ષણ સાથે જોડાયેલા લોકો મોટી ઉપલબ્ધિ હાંસલ કરે તેવી પ્રબળ શક્યતાઓ
સિંહ રાશિ
સિહ રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ ભાગ્યનો સાથ લઈને આવશે. નસીબના જોરે અચાનક ધન લાભ થવા યોગ બની રહ્યા છે. નવા સ્ટાર્ટઅપ શરૂ કરવા અથવા તો ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે દિશામાં સકારાત્મક પરિણામ મળી શકે છે. આત્મવિશ્વાસમાં વૃધ્ધિ થશે તેમજ જીવનની કઠિન સ્થિતિઓનો સામનો મજબૂતીથી કરી શકશો
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે બુધ-ગુરુનો આ યોગ સુખ સુવિધામાં વધારો કરશે. નોકરીયાત લોકોને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. જેથી કામકાજમાં સરળતા રહેશે. જીવનસાથીના માધ્યમથી આર્થિક લાભના સંકેત પણ બની રહ્યા છે. તમારી વાણી અને વ્યવહાર પર સકારાત્મક અસર પડશે. જેથી રોકાયેલા કામ પણ સરળ રીતે કે આપોઆપ પાર પડી જશે. કાયદાકીય મામલાઓ પણ સારી સફળતાના સંકેત
આ પણ વાંચો: 13 ફેબ્રુઆરીએ મહાસંયોગ! ષડાષ્ટક યોગ બનતાં 5 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
ધન રાશિ
ધન રાશિના સ્વામી ખુદ દેવગુરુ બૃહસ્પતિ છે આ માટે બુધ સાથે નવપંચમ સંબંધ આ રાશિના જાતકો માટે વિશેષ ફળદાયી સાબિત થશે. આર્થિક સ્થતિમાં મજબૂતી આપશે. ધંધા સાથે જોડાયેલા લોકો નવી તકો સાંપડશે. વિદેશ યાત્રા કે વિદેશ કારોબાર સાથે જોડાયેલા મામલાઓમાં લાભ મળશે. પારિવારિક જીવનમાં શાંતિનો અહેસાસ થશે. લાંબા સમયથી ચાલ્યો આવતો માનસિક તણાવ ધીરે ધીરે દૂર થશે.


