| AI IMAGE |
Nautapa 2026 Start Date: જ્યેષ્ઠ માસની શરૂઆત સાથે જ સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ હવે હવામાન અને જ્યોતિષ બંનેની દ્રષ્ટિએ વર્ષનો સૌથી આકરો સમય શરૂ થવા જઈ રહ્યો છે, જેને આપણે નૌતપા તરીકે ઓળખીએ છીએ. જ્યોતિષીય ગણતરી મુજબ, આવતીકાલ એટલે કે 25 મે 2026 થી સૂર્યદેવ વૃષભ રાશિમાં રહીને રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે. આ સાથે જ નૌતપાની શરૂઆત થશે, જે દરમિયાન અસહ્ય ગરમી અને લૂનો પ્રકોપ તેની ચરમસીમાએ જોવા મળશે. જો કે રસપ્રદ વાત એ છે કે, આ ભીષણ ગરમી અને તાપની વચ્ચે સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન 4 ખાસ રાશિના જાતકો માટે સફળતા અને પ્રગતિના નવા દ્વાર ખોલવા જઈ રહ્યું છે.
શું છે નૌતપા? કેમ આ 9 દિવસ પડે છે ભીષણ ગરમી?
જ્યોતિષ શાસ્ત્રમાં રોહિણી નક્ષત્રને ચંદ્રનું નક્ષત્ર માનવામાં આવે છે, જે શીતળતાનું પ્રતીક છે. જ્યારે ગ્રહોના રાજા સૂર્ય આ શીતળ સ્વભાવવાળા નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે તેઓ તેની શીતળતાનો ક્ષય કરે છે. જેના કારણે પૃથ્વીનું તાપમાન અચાનક વધી જાય છે. આ 9 દિવસો દરમિયાન સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર પણ ઓછું થઈ જાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ આ ગાળામાં સૂર્યના કિરણો પૃથ્વી પર એકદમ સીધા પડે છે, જેથી અસહ્ય ગરમીનો અનુભવ થાય છે.
આ 4 ભાગ્યશાળી રાશિઓ પર વર્ષશે સૂર્યદેવની કૃપા
1. તુલા રાશિ (Libra):
તુલા રાશિના જાતકો માટે સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન અત્યંત શુભ સાબિત થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો હવે ગતિ પકડશે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓનો ભરપૂર સહયોગ મળશે, જેનાથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. આર્થિક મોરચે પણ સારો એવો નફો-આવક થવાના સંકેત છે.
2. સિંહ રાશિ (Leo):
સૂર્ય પોતે સિંહ રાશિના સ્વામી હોવાથી, રોહિણી નક્ષત્રમાં તેમનો પ્રવેશ તમારા આત્મવિશ્વાસ અને લીડરશિપ ક્વોલિટીને વધુ મજબૂત કરશે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. જો કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય એકદમ અનુકૂળ છે.
3. ધન રાશિ (Sagittarius):
ધન રાશિના લોકો માટે નૌતપાનો આ સમય કરિયરમાં સકારાત્મક બદલાવ લઈને આવશે. નોકરીયાત વર્ગને પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે અને પૈતૃક સંપત્તિને લગતા વિવાદોમાં સફળતા મળવાના યોગ છે.
4. મીન રાશિ (Pisces):
મીન રાશિના જાતકો માટે આ સમયગાળામાં ધન લાભના મજબૂત યોગ બની રહ્યા છે. અગાઉ કરેલા રોકાણમાંથી સારું રિટર્ન મળી શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે અને જો લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હતી, તો તેમાં મોટો સુધારો જોવા મળશે.


