આજે ચંદ્ર મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરે. જેથી મીન રાશિમાં ગોચર કરી રહેલા શનિની ચંદ્ર પર તૃતીય દૃષ્ટિ પડશે. જેની કેટલીક રાશિના જાતકો પર નકારાત્મક અસર જોવા મળી શકે છે.
વૃષભ
વૃષભ રાશિના જાતકોને આજથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારી માનસિક શાંતિ પણ ડહોળાશે. ભાવનાઓમાં નકારાત્મકતા આવશે. કરિયર અને પારિવારિક જીવનમાં સમસ્યા આવી શકે છે. થોડા દિવસ મોટા નિર્ણય લેવાથી બચો.
કર્ક
કર્ક રાશિના જાતકો માટે પણ હાનિના યોગ બની રહ્યા છે. તમે ભાવનાત્મક રૂપથી નબળા થઈ જશો. પરિવારમાં વાદ વિવાદ થઈ શકે છે. માનસિક તણાવ વધશે. ધનહાનિ પણ થઈ શકે છે. ઉતાવળમાં નિર્ણય ન લેવા. શિવલિંગ પર જળ અર્પણ કરવાથી લાભ થાય.
તુલા
તુલા રાશિના જાતકોએ પણ આગામી દિવસોમાં સાવચેત રહેવાની જરૂર છે. વાહન ચલાવતા સમયે ખાસ સાચવવું. પૂજામાં મન લગાવશો તો જરૂર સકારાત્મકતા આવશે. જૂની યોજનાઓ પર કામ ચાલુ કરતાં પહેલા શાંત મગજથી નિર્ણય લેવા. કરિયરમાં પડકારો આવી શકે છે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકોએ પણ સતર્ક રહેવાની જરૂર છે. તમારા જીવનમાં નકારાત્મકતા આવી શકે છે. નિર્ણય લેવાની ક્ષમતા પર અસર પડશે. વધુને વધુ મહેનત કરવી પડશે. ધીરજ બનાવી રાખો. સમાજના સન્માન ઓછું થાય તેવા કામ ન કરો.


