વધુ રોમેન્ટિક હોય છે શરીરના આ અંગ પર તલ ધરાવતી યુવતીઓ....
- શરીરના અંગ પર રહેલા કાળા તલ તેમના સ્વભાવ વિશેના રહસ્ય પણ ખોલે
અમદાવાદ, તા. 15 મે 2018, મંગળવાર
દરેક પુરુષ અને મહિલાના શરીર પર તલ હોય છે. શરીરના ક્યા ભાગ પર તલ છે અને તે તલથી શું ફળ મળે છે તે મોટાભાગના લોકો જાણતા હોય છે.
મહિલાના શરીરનાં ક્યા અંગ પર કયો તલ છે અને તેનું શું મહત્વ છે તેના વિશે આજે અમે તમને જણાવીશું.
સૌથી ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, મહિલાનું શરીર ખુદ ઘણા બધા રહસ્યો છુપાવીને રાખે છે. તેવી જ રીતે તેમના શરીરના અંગ પર રહેલા કાળા તલ તેમના સ્વભાવ વિશેના રહસ્ય પણ ખોલે છે.
જ્યોતિષના સમુદ્રશાસ્ત્રમાં જણાવામાં આવ્યું છે કે, દરેક તલનો કોઈને કોઈ અર્થ જરૂરથી નીકળતો હોય છે. કયો તલ કયા છે અને તલનું શું ફળ મળશે તે જાણવા બધા આતુર હોય છે.
દરેક પુરુષ અને મહિલાના શરીર પર તલ જરૂરથી હોય છે, પરંતુ આજે અમે તમને માત્ર મહિલાઓ વિશે વાત કરીશું અને એવા રહસ્યો જણાવીશું જે કદાચ મહિલાઓ પણ નહીં જાણતી હોય.
મહિલાના શરીર પર કયા અંગ પર કયો તલ છે અને તેનું શુ મહત્વ છે તે આજે જણાવીશું. તેમજ તેનાથી મહિલાના સ્વભાવ વિશે પણ જાણવા મળશે.
નાભિ પર તલ
સમુદ્રશાસ્ત્રમાં પેટ પર રહેલા તલને શુભ નથી માનવામાં આવતો. તેને વ્યક્તિનું દુર્ભાગ્ય માનવામાં આવે છે. આવી વ્યક્તિ ભોજનની શોખીન હોય છે. પરંતુ તલ જો નાભિની આસપાસ હોય તો વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે.
પીઠ પર તલ
જો કોઈ મહિલાની પીઠ પર કાળો તલ હોય તો તે મહિલાનો સ્વભાવ રોમેન્ટિક હોય છે. તેમજ આવી મહિલાઓ સારી એવી કમાણી કરતી હોય છે અને પોતાના મોજશોખ માટે પૈસા પણ ઉડાવે છે.
માથા પર તલ
જો તમારા માથા પર જમણી બાજુ તરફ તલ હોય તો તેનો અર્થ એ થાય છે કે તમે અમીર છો અને સ્વસ્થ છો. તેમજ આવી મહિલા ભગવાનમાં વધારે આસ્થા રાખે છે.
તર્જની આંગળી પર તલ
જે મહિલાની તર્જની આંગળી પર તલ હોય છે તે ધનવાન હોય છે. તેમજ તેના બહુ બધા શત્રુઓ હોય છે, જેના કારણે તેને સમસ્યાનો સામવો કરવો પડતો હોય છે.
નાભિની નીચે તલ
જે વ્યક્તિની નાભિની થોડેક નીચે તલ હોય છે. તેને ક્યારેય પૈસાની અછત નથી રહેતી
ગળા પર તલ
ગળા પર તલ હોય તે સારા વ્યક્તિત્વની નિશાની છે. આવી મહિલાઓ પોતાના વિશે ઓછી પણ બીજા વિશે વધારે ચિંતા કરે છે અને ધ્યાન રાખે છે. તે લોકો તેમની બહુ નજીક હોય છે, તેમના માટે કઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.