Get The App

મીન (દ.ચ.ઝ.થ.) .

Updated: Nov 4th, 2021

GS TEAM


Google News
Google News
મીન (દ.ચ.ઝ.થ.)                                 . 1 - image


- કારતક સુદ એકમથી દેવ દિવાળી સુધી વર્ષારંભે આનંદ રહે, ધર્મકાર્ય - શુભકાર્ય થાય 

આપને આ વર્ષમાં ગુરૂ, શનિની સાનુકુળતા વર્ષના ઉત્તરાર્ધમાં લાભદાયી રહેશે. પુત્ર-પૌત્રાદિકના કામ પ્રગતિવાળા રહે. પરંતુ વર્ષારંભે આપે આપના આરોગ્યની કાળજી રાખવી પડે. સગાસંબંધી- મિત્રવર્ગના તેમજ નોકરી-ધંધાના સબંધ-વ્યવહારમાં પ્રતિકુળતા- મુશ્કેલી અનુભવવી પડે. તા. ૧૩-૪-૨૦૨૨ સુધી નોકરી-ધંધામાં બંધન-પરવશતા- નુકસાન, અપમાન વિવાદનો સામનો કરવો પડે.

આ વર્ષમાં ચૈત્ર વદ ચૌદશ તા. ૨૯-૪-૨૦૨૨ થી અષાઢ સુદ તેરસ તા. ૧૨-૭-૨૦૨૨ દરમ્યાન શનિની મોટી પનોતી સોનાના પાયે કષ્ટપીડા રખાવે. ઉપરોકત સમય નાણાંકીય પ્રશ્ને, કૌટુંબીક પ્રશ્ને ચિંતા- મુશ્કેલીનો રહે. આંખમાં દર્દપીડાથી તકલીફ પડે.

આરોગ્ય-સુખાકારી

વર્ષારંભે ધર્મકાર્ય થાય. જુના- નવા સબંધો- સંસ્મરણો તાજા થાય. ધંધામાં મુહરતના કામમાં સાનુકુળતા રહે. પરંતુ તા. ૨૦-૧૧-૨૦૨૧ કારતક વદ એકમથી તા. ૪-૧૨-૨૦૨૧ કારતક વદ અમાસ સુધી પડવા-વાગવાથી, વાહનથી, અગ્નિથી- દાઝવાથી, શસ્ત્રક્રિયાથી દર્દપીડા અનુભવવી પડે. સીઝનલ શરદી-ખાંસી- તાવની અસર જણાય. એસીડીટી તેમજ કબજીયાત - ડાયેરીયાના કારણે તમને બેચેની રહ્યા કરે. 

ચૈત્રવદ ચૌદશ તા. ૨૯-૪-૨૦૨૨ થી અષાડ સુદ તેરસ તા. ૧૨-૭-૨૦૨૨ દરમ્યાન શનિની પનોતી સોનાના પાયે પ્રતિકુળતા રખાવશે. તા. ૨૯-૪-૨૦૨૨ થી તા. ૧૭-૫-૨૦૨૨ સુધીનો સમય  આધિ-વ્યાધિ- ઉપાધિનો રહે. નાની મોટી બિમારી, શસ્ત્રક્રિયા થાય. જેમના જન્મગ્રહ નબળા હશે. જન્મવર્ષ નબળું હશે, ઉપરોકત સમયમાં જન્મવર્ષ બદલાતુ હશે તેમને શારીરિક-માનસિક કષ્ટપીડા અસહ્ય લાગે. રાત્રે ઊંઘ ન આવે. તા. ૧૨-૭-૨૦૨૨ પછી વર્ષના અંત સુધીનો સમય હળવાશ- રાહતવાળો રહે. 

પત્ની-સંતાન પરિવાર

પત્ની-સંતાન- પરિવારથી આ વર્ષ આનંદ-ઉત્સાહનું રહે. અવિવાહિત સંતાનના વિવાહ-લગ્ન થાય. વિદ્યાભ્યાસ કરતા સંતાન અભ્યાસના ક્ષેત્રે સારી પ્રગતિ કરી શકે. સફળતા પ્રાપ્ત કરી શકે. તે સિવાય નોકરી-ધંધાના કામમાં સંતાનને યશ- પદ-ધનની પ્રાપ્તિ થવાથી, પરિવારની સુખ સંપત્તિમાં વધારો થાય. તમારી ચિંતા, હળવાશ- નિરાશા દૂર થાય. સંતાન પરદેશ જવા પ્રયત્ન કરતો હોય તો તેમાં તેને સફળતા મળતા વિદેશગમન થાય અથવા તમારા સંતાન પરદેશમાં હોય તો તમારે પરદેશ જવાનું થાય.

પારિવારિક - કૌટુંબીક પ્રસંગમાં શનિની પનોતીની પ્રતિકુળતાના કારણે તા. ૨૯-૪-૨૦૨૨ થી તા. ૧૨-૭-૨૦૨૨ સુધી તમારી પરિસ્થિતિ દ્વિઘાભરી મુશ્કેલ રહે. જીદ- મુમત- અહમના ટકરાવમાં, વિવાદમાં તમે અન્યની કાન ભંભેરણીથી- દોરવાયા દોરવાઈ જતા એકલા પડી જાવ. ભાગલા પડાવનારા ભાગલા પડાવી ખુશ થાય, પોતાના અંગત સ્વાર્થ સાધવાના પ્રયત્નો કરે. તે સિવાય સ્વસ્થતાથી સુખદ સમાધાનના ્પ્રયત્નોમાં તમને આનંદ થાય.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

નોકરીમાં વર્ષ આરોહ- અવરોહનું રહેશે. સતત કામની દોડધામ- ચિંતામાં આરોગ્યની અસ્વસ્થતા અનુભવાય. પૈસા મળે પરંતુ ખર્ચામાં આવક સમાતી જાય. તા. ૨૦-૧૧-૨૦૨૧ થી તા. ૧૩-૪-૨૦૨૨ સુધી તમને શાંતિ- રાહત રહે નહીં. કામ કરો છતાં જશ મળે નહી. તમારી મહેનતનું ફળ લાભ-ફાયદો બીજાને થાય. તમે જયાં હોવ ત્યાં અટકી રહો. તેમ છતાં તમારે આવેશમાં, ઉતાવળમાં નોકરી છોડવી નહીં. રાજીનામુ આપવું નહીં. તા. ૧૩-૪-૨૦૨૨ પછી સ્થળ-સ્થાનની ફેરફારી થાય. કામની ફેરફારી થાય. પરંતુ તેનો સ્વીકાર કરવો. તા. ૧૨-૭-૨૦૨૨ સુધીમાં તમારે નવા ફેરફારોમાં મુશ્કેલી અનુભવવી પડે પરંતુ ત્યાર પછી તમારા આનંદ-ઉત્સાહમાં - આત્મવિશ્વાસમાં વધારો થાય તેવો લાભ-ફાયદો નોકરીમાં થાય. તમને કલ્પના ના હોય, વિચાર્યું ન હોય કે ઇચ્છા દર્શાવી ન હોય છતાં તમારા નસીબ-ભાગ્યોદયનો  એક નવો તબક્કો શરૂ થાય.

જેમને નોકરી ન હોય, નોકરી છુટી ગઈ હોય, આવક ન હોય તેમને તા. ૧૨-૭-૨૦૨૨ પછી નોકરી મળવાથી, આવક આવવાથી હતાશા- નિરાશા દૂર થાય. પરિવારમાં પણ હળવાશ- રાહત રહે. લોભ- લાલચમાં ઉતાવળા- અધીરા થયા વગર શાંતિ- સ્વસ્થતા- ધીરજ રાખવામાં વર્ષનો ઉત્તરાર્ધ આનંદ-ઉત્સાહનો બની રહે. તા. ૧૩-૪-૨૦૨૨ પછી સરકારી નોકરી કરનારને, બઢતી મળે પરંતુ સ્તળાંતર થાય. કામમાં વધારો થાય. ખાનગી સંસ્થામાં નોકરી હોય તેમને અન્ય સંસ્થામાં તક મળે પરંતુ ફેરફારી કર્યા પછી ઇચ્છા-અનિચ્છાએ નોકરી કરતા હોવ તેમ લાગે. જુની સંસ્થામાં પાછા જવાની ઇચ્છા થાય. જે સંસ્થામાં કામ કરતા હોવ તે સંસ્થામાં રહેવાથી વર્ષાંતે તમારા કામની- મહેનતની કદર થાય. આસો વદ છઠ્ઠથી આસોવદ અમાસ દરમ્યાન આરોગ્યની કાળજી રાખવી. 

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

શનિની પનોતીની પ્રતિકુળતા તા. ૨૯-૪-૨૦૨૨ થી તા. ૧૨-૭-૨૦૨૨ દરમ્યાન ધંધામાં, ધંધાના કામમાં આકસ્મિક ઉપાધિ- ચિંતા - નુકસાન- બંધનમાં અટવાઈ પડો. દેવાની પરિસ્થિતિમાં, કાનૂની વિવાદમાં તેમજ ઇન્કમટેક્ષ- સેલટેક્ષના દરોડા તપાસમાં તમારી ઊંઘ હરામ થઈ જાય. પારિવારિક કૌટુંબીક સંયુકત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં વિવાદ- સંઘર્ષ ધંધાનું તોડફોડ કરનાર રહે. ધંધાની જગ્યાના - ધંધાના ભાગલા થઈ જાય. તે સિવાય જે વડીલ હોય તેમને બિમારી આવવાથી કે તેમનું મૃત્યુ થવાથી ધંધામાં મુશ્કેલી- મુંઝવણ અનુભવાય.

પરંતુ તા. ૧૨-૭-૨૦૨૨ સુધી અગ્નિ પરીક્ષામાં જ સમય પસાર થયો હોય, કર્યો હોય તે સમયમાં બદલાવ- પરિવર્તન આવતું જાય. તમારી ધીરજ- સ્વસ્થતા- કુનેહ- બુદ્ધિના કારણે તમારા ધંધાના પાસા બદલાય. નસીબ યારી આપતું થાય. ધંધો-આવક ગોઠવાતા જાય. ભાડાની જગ્યા કે પોતાની સ્વતંત્ર જગ્યા લઇને ધંધો શરૂ કરી શકો. ધંધાના જુના- નવા સબંધો- સંસ્મરણો ધંધાની પ્રગતિમાં, ધંધાની આવકમાં સાનુકુળતા રહે.

પત્ની- સંતાનના નામે ધંધો હોય તો તે ધંધામાં વર્ષ સાનુકુળતાવાળું રહે. ધંધામાં પત્ની, સંતાનનું નામ સાથે રાખવામાં તેમના નસીબ- ભાગ્યથી તમારા ધંધાનો વ્યાપ- વિસ્તાર વધે. આવક વધે. પરંતુ વિજાતીય મિત્રવર્ગના આકર્ષણમાં, સંબંધ વ્યવહારમાં ધંધો વેર વિખેર થઇ જાય નહીં તેની તકેદારી-સાવધાની રાખવી. શનિની પનોતીના ચક્કરમાં મિત્રવર્ગથી બે હાલ થઇ જાય. ધંધો- આવક પડી ભાંગે. વિજાતીય પાત્ર તમારા પર વર્ચસ્વ પ્રભાવ એવો રાખે કે તમે તેના કહ્યામાં જ પૈસે ટકે નીચોવાઈ જાવ. વેપારી ક્ષેત્રમાં તેમજ તમારા ઘર - પરિવાર- સમાજ મિત્રવર્ગમાં તમે નહીં ઘરના કે નહીં ઘાટના થઈ જાવ. તમારો વૈભવ- સુખ સંપત્તિ- ભૂતકાળ બની જાય. ટુંકમાં તમારી સ્વસ્થતા- જાગૃતિ- સાવધાની - દેખરેખ મહેનત તમારા ધંધા માટે રાખશો તો તમે અને તમારો પરિવાર તા. ૧૨-૭-૨૦૨૨ પછી વર્ષના ઉત્તરાર્ધ સુધીમાં કાર્ય સફળતા- પ્રગતિથી આનંદમાં હશો.

સ્ત્રીવર્ગ

સ્ત્રીવર્ગને ધર્મકાર્યમાં, આધ્યાત્મિકતામાં તેમજ પુત્ર-પૌત્રાદિકના શુભ કાર્યમાં ખર્ચ -ખરીદી થાય. આનંદ રહે. આત્મવિશ્વાસમાં વધારો થાય. પરંતુ તા. ૨૯-૪-૨૦૨૨ ચૈત્ર વદ ચૌદશ થી તા. ૧૨-૭-૨૦૨૨ અષાડ સુદ તેરસ સુધીનો સમય શારિરીક- કષ્ટપીડા, ખર્ચનો રહે. નોકરી-ધંધો કરનારને આકસ્મિક ઉપાધિ આવી જાય. યશ- પદ ધનની હાનિ થાય. મિત્રવર્ગના સ્ટાફના ઉપરી અધિકારીના સંબંધ- વ્યવહારમાં  - પ્રભાવમાં ફસામણી થાય. યશ પ્રતિષ્ઠાની હાનિ થાય. પતિ- સંતાનને બિમારી ચિંતાનું આવરણ આવી જાય. તે સિવાય વડીલવર્ગને આ વર્ષમાં શારિરિક- કષ્ટપીડાના કારણે રોજીંદા કામમાં તકલીફ પડે. સમયસર ધાર્યું કામકાજ થાય નહીં. નવ પરણિત સંતાનના કારણે ચિંતા રહે. સંતાનના સાસરી પક્ષે- તમારા માતૃપક્ષે બિમારી ચિંતાનું આવરણ આવી જાય.

વિદ્યાર્થીવર્ગ

વિદ્યાર્થીવર્ગને વર્ષારંભથી જ જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ અભ્યાસમાં મહેનત વધારે કરવી પડે. મિત્રવર્ગથી મુક્ત રહી ભણતર ઘડતર માટે ધ્યાન આપવું જરૂરી રહેશે.

તા. ૧૨-૭-૨૦૨૨ પછીનો સમય પરીક્ષામાં અભ્યાસમાં સાનુકુળ રહે. તમારી મહેનત સાર્થક થાય. અભ્યાસ માટે સારી તક પ્રાપ્ત થાય. અભ્યાસ માટે સ્થળાંતર કરવું પડે. ખર્ચ કરવો પડે. પરંતુ પ્રગતિ શરૂ થાય.

ખેડૂતવર્ગ

ખેડૂતવર્ગને શિયાળુ ખેતીમાં- આવકમાં ચિંતા રહે. અન્યના દોરવાયા દોરવાઈ જઈને નવા ખર્ચા ખેતીમાં જમીનમાં વાહનની ખરીદી માટેના કરવા નહીં. ખેતી સાથે નોકરી-ધંધો કરનારને પોતાની આવક ખેતીમાં ખર્ચાયા કરે અને ઉપજ બચ ત એટલા પ્રમાણમાં જણાય નહીં. ચૈત્ર થી અષાડ સુધીનો સમય અગ્નિ પરીક્ષાનો રહે. આધિ-વ્યાધિ- ઉપાધિના ચક્કરમાં રહો. આરોગ્યની અસ્વસ્થતા, સંતાન- પરિવારના ખર્ચો, તેમજ કૌટુંબીક સબંધ-વ્યવહારની પ્રતિકુળતા- મુશ્કેલીઓ અનુભવાય. પરંતુ શ્રાવણથી આસો હળવાશ રહે. ખેતીમાં સાનુકુળતા રહે.

ઉપસંહાર

કારતક સુદ એકમથી દેવ દિવાળી સુધી વર્ષારંભે આનંદ રહે. ધર્મકાર્ય - શુભકાર્ય થાય. પુત્ર-પૌત્રાદિક- પરિવારના કામ થાય. કારતક વદ એકમથી ચૈત્ર સુદ બારસ સુધી પરિવારના પ્રશ્નો ઉકેલવા પડે. સંતાનના કામ ઉકેલવા પડે. ચિંતા- ખર્ચ દોડધામ રહે. પરંતુ નોકરી-ધંધાના કામમાં, આરોગ્યની બાબતમાં કાળજી રાખવી. તા. ૨૯-૪-૨૦૨૨ થી તા. ૧૨-૭-૨૦૨૨ દરમ્યાન આધિ- વ્યાધિ- ઉપાધિ- નોકરી-ધંધાના કામમાં ઘર પરિવારના સંતાનના કામમાં, પારિવારિક- કૌટુંબિક તેમજ સગા સંબંધી મિત્રવર્ગના સબંધ- વ્યવહારમાં અનુભવાય. પરંતુ વર્ષનો ઉત્તરાર્ધ કાર્ય સફળતા- પ્રગતિનો રહે. આનંદનો રહે.

આર્થિક સુખસંપત્તિ

વર્ષના પ્રારંભથી આપને વર્ષના મધ્યભાગ સુધી ખર્ચનો પ્રવાહ ચાલે. એક પછી એક ખર્ચા ઘર-પરિવાર, પુત્રપૌત્રાદિક માટે થાય. ધર્મકાર્ય-શુભકાર્ય થાય. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં આપની આવક, સુખસંપત્તિમાં વધારો થાય. નાણાં ખર્ચ્યા હોય તે સરભર થઈ જાય અને બચત પણ થઈ શકે.

તા. ૨૯-૪-૨૦૨૨ ચૈત્ર વદ ચૌદશથી અષાડ સુદ તેરસ તા. ૧૨-૭-૨૦૨૨ દરમ્યાન શનિની પનોતી સોનાના પાયે નુકસાન-ખર્ચની રહે. ઉપરોકત સમય દરમ્યાન આવકને ધક્કો પહોંચે- નુકસાન થાય, કાનુની કાર્યવાહી થાય તેવા જોખમી કોઈ કામ કે નિર્ણય કરવા નહીં. ગુરુ ગ્રહનું પરિભ્રમણ પ્રતિકુળતાવાળું રહેવાથી નોકરી-ધંધામાં મુશ્કેલી સર્જાય. બંધનયોગના કારણે તકલીફ- મુશ્કેલીમાં મુકાવ. કોઇના જામીન બનવામાં, અન્યને મદદ કરવામાં તમે પોતે મુશ્કેલીમાં મુકાઈ જાવ. તમારા યશ-પદ-ધનની હાનિ થાય. પારિવારિક - કૌટુંબિક પ્રશ્નોમાં તમે ખોટા અન્યાયી કામ ભૂતકાળમાં કે વર્તમાનમાં કર્યા હોય તો તેમાં તમારી પીછેહઠ થાય. તમારે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડે અને તેમાં તમારી ઊંઘ હરામ થઈ જાય. નોકરી-ધંધામાં ખોટા કામ કર્યા હોય તેની તપાસમાં તમે નહીં ઘરના કે નહીં ઘાટના જેવી પરિસ્થિતિમાં આવી જાવ.

તા. ૨૦-૧૧-૨૦૨૧ થી તા. ૪-૧૨-૨૦૨૧ યાત્રા-પ્રવાસ દરમ્યાન કે રસ્તામાં આવતા જતા પૈસા- પાકીટ- દાગીના સામાનનું- મોબાઇલનું ધ્યાન રાખવું. ઘર બંધ કરીને બહાર ગયા હોય તો ચોરી થાય. નુકસાન થાય. તા. ૭-૪-૨૦૨૨ થી તા. ૧૭-૫-૨૦૨૨ દરમ્યાન મકાન- જમીન- મીલ્કતના પ્રશ્નમાં સાવધાની- જાગૃતિ રાખવી. સ્થાનિક મીલ્કતમાં, વતનની મીલ્કતમાં ચિંતા-ખર્ચ રહે. આકસ્મિક ઉપાધિ-ખર્ચાથી તકલીફ પડે. તા. ૧૬-૧૦-૨૦૨૨ થી બિમારીથી- આગ- અકસ્માતથી, વાહન અકસ્માત કે ચોરીથી મુશ્કેલી-દોડધામ રહે.

તા. ૧૩-૪-૨૦૨૨ થી વર્ષના ઉત્તરાર્ધ સુધીનો સમય પુત્ર-પૌત્રાદિકની કાર્યસફળતા- પ્રગતિથી આનંદનો રહે. તા. ૧૨-૭-૨૦૨૨ પછી જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ તમારા પરિવારના- કુટુંબના સંતાનના સહયોગથી વર્ષના ઉત્તરાર્ધમાં આનંદ-ઉત્સાહ રહે. યશ-ધનમાં વધારો થાય. તમારા જીવનની શાંતિ-હળવાશ અનુભવાય.

Tags :